યુવાઓ ડિમેંશિયા, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીનો ભોગ બન્યા
વાયુ પ્રદૂષણથી બાળકોમાં અસ્થમા, હ્વદય સંબંધી બીમારીનું જોખમ વધ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાયુ પ્રદૂષણ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે વિશ્વમાં એર પોલ્યૂશનથી યુવાઓ ડિમેંશિયા, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીનો ભોગ બની રહયા છે. હવા દૂષિત થવાથી દુનિયામાં 10 માંથી 9 લોકો ખરાબ હવા શ્વાસમાં લેવા મજબૂર બન્યા છે. એર કવોલિટીના જે પેરામિટર નકકી કરવામાં આવ્યા છે તેનાથી વધારે દૂષિત હવા મેન્ટલ હેલ્થનો ખતરો વધારે છે. એનવાર્યમેન્ટ, કલાયમેટ ચેન્જ અને હેલ્થના ઠઇંઘ ના ખાતેના ડાયરેકટર ડો મારિયા નેરાએ તાજેતરમાં સાયન્સ ઇન 5 વીડિયોમાં વાયુ પ્રદૂષણના અદ્વષ્ય ખતરા પર પ્રકાશ પાડયો છે.
વાયુ પ્રદૂષણ માત્ર ફેંફસા જ નહી બ્રેઇન ઉપર પણ ગંભીર અસર કરે છે જેનાથી ન્યૂરો કોગ્નિટિવ વિકાર અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થાય છે. પ્રોસેડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં એક સ્ટડીમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણથી બ્રેઇનમાં સોજો અને ઉત્તેજના વધી શકે છે જેથી ડિમેંશિયા અને અન્ય કોગ્નેટિવ ડિસઓર્ડસનું જોખમ વધી જાય છે. સ્ટડી મુજબ મેકિસકો સિટી જેવા અત્યંત પ્રદૂષિત ક્ષેત્રોમાં રહેતા બાળકોમાંમાં ઓછા પ્રદૂષિત વિસ્તારની સરખામણીમાં મસ્તિષ્કમાં સોજો અને અન્ય વિકારોનું પ્રમાણ વધારે હતું.
યુનિસેફના ’ડેન્જર ઇન ધ એર’ રિપોર્ટમાં દર્શાવાયું છે કે વાયુ પ્રદૂષણમાં બાળકોના મસ્તિષ્ક વિકાસ પર લાંબા સમય સુધી અસર થઇ શકે છે જેનાથી બાળકની શિખવાની ક્ષમતા અને મેન્ટલ હેલ્થ પર અસર પડે છે. વાયુ પ્રદૂષણ બાળકોમાં અસ્થમા, હ્વદય સંબંધી બીમારી અને ન્યૂરો ડેવલપમેંટલ ડીસઓડર્સનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારના સ્થાને ઓછા પ્રદૂષિત સ્થળોએ આઉટ ડોર એકટિવિટી કરવી જોઇએ. વાયુ પ્રદૂષણ ઓછું કરવુંએ આર્થિક વિકાસ અને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબજ આવશ્યક બની ગયું છે.
- Advertisement -