ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે.જ્યાં એક કાર ભારે વરસાદ બાદ નદીનાં વ્હેણમાં તણાઈ હતી.
ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે. આ દુર્ઘટનામાં પર્યટકો સાથે ભરેલી એક ફોર વ્હીલર ભારે વરસાદ બાદ નદીનાં વ્હેણમાં તણાઇ હતી. આ ઘટનામાં 10 લોકો ગાડીમાં વહી ગયા હતા જેમાંથી 9 લોકોનાં મૃત્યુ થયા છે.
- Advertisement -
આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા
અત્યંત કરુણ ઘટનામાં એક બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે. સૂચનાં મળતા જ SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. જો કે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Uttarakhand | 9 died, 1 girl rescued alive and about 5 trapped after a car washed away in Dhela river of Ramanagar amid heavy flow of water induced by rains early this morning, confirms Anand Bharan, DIG, Kumaon Range pic.twitter.com/Fl3CLowGCK
- Advertisement -
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 8, 2022
વહેલી સવારે બની ઘટના
આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાનાં સુમારે બની હોવાનું અનુમાન છે. પર્યટકો સાથેની ગાડી અર્ટીગા વાહન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુસાફરો પંજાબનાં રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.