13 દિવસમાં 1,05,860 બોક્સની આવક
ગીરની વિશ્ર્વ વિખ્યાત કેસર કેરીની આવક દિવસે દિવસે યાર્ડોમાં વધતી જાય છે ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતો કેસર કેરીને યાર્ડ સુધી પહોંચાડે છે જયારે તાલાલા માર્કેટીંગ યાર્ડ છેલ્લા 13 દિવસથી હરરાજી જોવા મળી રહી છે ત્યારે તાલાલ યાર્ડમાં 13 દિવસમાં 10 કિલો કેસર કેરીના 1,05,860 બોકસની આવક જોવા મળી છે. ત્યારે તાલાલા યાર્ડમાં કેસર કેરીનું 9 કરોડનું ટર્નઓવર જોવા મળ્યુ છે. તાલાલા યાર્ડમાં 13 દિવસની સીઝન દરમિયાન 10 કિ.ગ્રામના કુલ 1,05,860 બોકસ વેચાણમાં આવ્યા હતા
- Advertisement -
જેનો સરેરાશ રૂા.850માં વેચાણ થતા 13 દિવસ દરમિયાન તાલાલા યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદન કિસાનોને કેરીના વેચાણમાંથી રૂા.9 કરોડની આવક થઇ છે અત્યાર સુધી કેરીના મળેલ ભાવોથી કિસાનોએ સંતોષ વ્યકત કર્યો છે. તાલાલા યાર્ડ સિવાય તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ તથા કમિશન એજન્ટો મારફત બે લાખથી વધુ કેરીના બોકસનું વેચાણ થયાનું જાણકારો જણાવે છે. તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનો પાક ઓછો હોય કેસર કેરી વેચાણ માટે ધીમી ગતિએ આવી છે. આગામી દિવસોમાં ક્રમશ: વધારો થવાની ધારણા વ્યક્ત થઇ રહી છે.