બ્રિટિશ વડાપ્રધાન અને PM મોદી વચ્ચે વેપાર કરાર થયો: મોદીએ કહ્યું- આનાથી યુવાનોને રોજગાર મળશે
ભારતની સફળતામાં ભાગીદાર બનવા માંગુ છું: સ્ટારમર
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે મુંબઈમાં આ જાહેરાત કરી. સ્ટારમર અને પીએમ મોદીએ ગુરુવારે સવારે વાતચીત દરમિયાન વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ પછી, ઙખ મોદીએ કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે આયાતને સરળ બનાવશે. આનાથી વેપાર વધશે અને યુવાનોને રોજગાર મળશે. ઙખ મોદીએ સ્ટારમર સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વેપાર, સુરક્ષા, ટેકનોલોજી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ ‘વિઝન 2035’ હેઠળ ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.
ઙખ મોદીએ જાહેરાત કરી કે ભારત અને યુકે મહત્વપૂર્ણ ખનિજો પર સહયોગ કરવા માટે સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી સ્થાપિત કરશે. ઝારખંડના ધનબાદમાં ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સમાં એક સેટેલાઇટ કેમ્પસ સ્થિત હશે.
સ્ટારમરે કહ્યું, ભારતની આર્થિક અને નાણાકીય રાજધાની મુંબઈમાં આપણે મળી રહ્યા છીએ તે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની વિકાસગાથા નોંધપાત્ર છે. હું વડાપ્રધાનને તેમના નેતૃત્વ માટે અભિનંદન આપવા માગુ છું. તેમણે વધુમાં કહ્યું, ભારત 2028 સુધીમાં વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખે છે. મોદીનું વિઝન 2047 સુધીમાં તેને સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાનું છે. હું અહીં આવ્યો ત્યારથી મેં જે કંઈ જોયું છે તે સાબિત કરે છે કે અમે સફળતાના માર્ગ પર છીએ.
સ્ટારમરે કહ્યું, અમે આ યાત્રામાં ભાગીદાર બનવા માગીએ છીએ. એટલા માટે હું આ અઠવાડિયે મારી સાથે 126 બ્રિટિશ વ્યવસાયોને ભારતમાં લાવ્યો છું.
ગઈકાલની મુલાકાત વિશે વાત કરતા સ્ટારમરે કહ્યું, ગઈકાલે યશ રાજ સ્ટુડિયોની મુલાકાત ખૂબ જ સુંદર રહી. અમે બ્રિટનમાં બોલિવૂડ ફિલ્મો બનાવવા માટે એક કરારની જાહેરાત કરી રહ્યા છીએ. ભારતની યુવા પેઢી 2047ના તે ધ્યેયને પ્રાપ્ત કરવામાં આગેવાની લેશે.
સ્ટારમરે કહ્યું, આજે રાત્રે વિદાય લેતા મને આશા છે કે આપણે મોટા નવા રોકાણને સુરક્ષિત કરીશું, જેનાથી આપણા બંને દેશો માટે ભવિષ્યના ક્ષેત્રોમાં હજારો કુશળ નોકરીઓનું સર્જન થશે.
અમે AI, સંદેશાવ્યવહાર અને સંરક્ષણ ટેકનોલોજીમાં જોડાઈશું: કીર સ્ટારમર
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું, યુકે અને ભારત ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્ર્વિક સ્તરે અગ્રણી છે. તેથી અમે અમારી ટેકનોલોજી અને સુરક્ષા પહેલ દ્વારા અમારા સહયોગને વધુ ગાઢ બનાવ્યો છે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (અઈં), અદ્યતન સંદેશાવ્યવહાર, સંરક્ષણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નવી પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થાય છે.



