માણાવદર-જૂનાગઢ હાઇવે પર 9.30 લાખની ચિલઝડપનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર નજીક ગત તા.13 ફેબ્રુઆરીના રોજ દિનેશ ગોવિંદભાઇ કાલરીયા પોતાના મોટરસાયકલ પર રૂા.9.30 લાખનું કપાસનું પેમેન્ટ લઇ પ્લાસ્ટીકના ઝબલામાં મુકીને માણાવદર નજીક જાંબુડા ગામના કાચા રસ્તા પાસે પહોંચતા ત્યારે ત્રણ અજાણ્યા ઇસમોએ દિનેશભાઇને પછાડીને 9.30 લાખની ચીલઝડપ કરી હોવાની માણાવદર પોલીસમાં અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાવ્યો હતો. જેનો પોલીસે આ ચીલઝડપનો પર્દાફાશ ગણતરીના દિવસોમાં કરવામાં સફળતા મળી છે.
પોલીસના જણાવ્યા મુબજ માણાવદરના દિનેશભાઇ ગોવિંદભાઇ કાલરીયા પોતે કપાસના દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ત્યારે ગુણાતીત મીલમાંથી રૂા.9.30 લાખનું કપાસનું પેમેન્ટ લઇ પ્લાસ્ટીકના ઝભલામાં મુકી તે પેમેન્ટ સનલાઇટ પ્રોટેક્સ મીલમાં ઉમેશભાઇને દેવા જતા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમો અને અન્ય એક ઇસમે લાખો રૂપિયાની લૂંટ ચલાવ્યાનું નાટક રચ્યુ હતુ. પોલીસે સમગ્ર ચીલ ઝડપ મામલે સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હયુમન ઇન્ટેલીજન્સ મારફત સમગ્ર ઉંડાણ પૂર્વક તપાસ કરતા આવો કોઇ બનાવ બનેલ ન હોય તેવું સામે આવતા દિનેશ કાલરીયાની પુછ પરછમાં પડી ભાંગેલ અને દિનેશ કાલરીયાએ જણાવ્યુ હતુ કે, પોતાની માલિકીની 10-12 વિઘા ખેતીની જમીન તથા માણાવદર પટેલ ચોકમાં આવેલ મકાન વેંચાય ગયેલ હોય અને હાલ તેની પાસે વાપરવાના પણ રૂપિયા ન હોય તેમજ વંથલી ડિસ્ટ્રીક કોર્ટમાં કેસ ચાલુ હોય જે કેસમાં ચુકાદો તેની વિરૂઘ્ધ હોય ત્યારે આ રૂપિયા ભરવા જે કપાસનું પેમેન્ટ લઇને ખેડૂતોને દેવા જતા હતા તે રૂપિયા પોતાના ઘરે મુકી આવેલ હતા.
સમગ્ર લૂંટના તરકટ મામલે જૂનાગઢ એસપી હર્ષદ મહેતા તથા ડીવાયએસપી સાથે એલસીબી, એસઓજી અને માણાવદર પોલીસે ફરીયાદી દિનેશભાઇ કાલરીયા તરકટ રચીને પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે સમગ્ર લૂંટ પ્રકરણ મામલે ફરીયાદી જ આરોપી નિકળતા રૂા.9.30 લાખ રીકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.