ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડીયાથી કેસર કેરીનુ આગમન શરૂ થઈ ગયુ છે. કેરીની આવકમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. મંગળવારે કેરીના 870 બોક્સની આવક થઈ હતી સાથે બોક્સના ભાવ જૂનાગઢ યાર્ડમાં ઉના, જૂનાગઢ સહિતથી આવક થઈ રહી છે. કેસર ઉપરાંત રત્નાગીરી. લાલબાગની કેરીની અમદાવાદથી આવક નોંધાય રહી છે. કેરીના વેપારીઓએ જણાવ્યુ કે. છેલ્લા એક અઠવાડીયાથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીન આગમન થયુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 19 દિવસ મોડી કેરીની આવક નોંધાય છે.
કેસર કેરી ઉપરાંત રત્નાગીરી, લાલબાગની કેરી પણ આવી રહી છે. કેસર કેરીના મંગળવારે 870 બોક્સની આવક થઇ હતી. જેમાં 10 કિલોના ભાવ રૂપિયા 2400 થી 3000 બોલાયા હતા. આ ભાવ ગુણવત્તા અને માંગને આધારે નક્કી થયા હોવાનું વેપારીઓ તબક્કામાં ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. પરંતુ આગળ જતાં આવક વધે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ કેરીની આવક મુખ્યત્વે ઉના અને જનાગઢ પંથકમાંથી શરૂ થઈ છે. આ વિસ્તારો કેસર કેરી માટે પ્રખ્યાત છે અને ખેડૂતો નવા પાકને બજારમાં લઈ આવી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ આવકમાં સતત વધારો થશે તેવ વેપારીઓએ જણાવ્યુ હતું.



