મનપાએ 11 વોર્ડમાં રિકવરી ઝૂંબેશ હાથ ધરી: હોટલ, કોમ્પ્લેક્ષ, દુકાનો, કારખાનામાં ડોર ટુ ડોર રીકવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા વસુલાત માટે સઘન રીકવરી ચાલુ રાખવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાએ 86 મિલ્કતો સીલ કરીને 10.91 કરોડની રીકવરી કર્યાનું જાહેર કર્યુ છે. વસૂલાત શાખા દ્વારા જુલાઇ-2023 મહિનામાં રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
નવું નાણાંકીય વર્ષ શરૂ થતા ચાલી રહેલી ઉઘરાણી વચ્ચે બીલ અને નોટિસની બજવણી પણ ચાલુ છે જેમાં 3963 સ્થળે નોટીસ અને બીલ એક અઠવાડિયામાં આપવામાં આવ્યા હતા. જુદા જુદા 11 વોર્ડમાં આ રીકવરી કામગીરી કરવામાં આવી છે. જ્યારે નવી તથા રિવાઈઝ આકારણી 4078 કરેલી છે. જ્યારે નામ 1577 ટ્રાન્સફર કર્યા છે. વોર્ડ નં-2માં એરોડ્રામ રોડ પર યુનિટને સીલ માર્યું છે. જ્યારે નક્ષત્ર એપાર્ટમેન્ટમાં 1 યુનિટની નોટિસ સામે 1 લાખની રિકવરી કરવામાં આવી છે. વોર્ડ નં-3 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.80,450ની રિકવરી, વોર્ડ નં- 5 કુવાડવા રોડ પર આવેલ 3-યુનિટને નોટિસ આપી, વોર્ડ નં- 6માં રાજકોટ મહાજન પાંજરાપોળમાં 2 યુનિટને નોટિસ, રણછોડનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી 65,000ની રિકવરી, સંત કબીર રોડ પર આવેલા 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 1.40 લાખની રિકવરી આ સિવાય વોર્ડ નં-7, વોર્ડ નં-8, વોર્ડ નં-10, વોર્ડ નં-12માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 26,400, વોર્ડ નં-13 લક્ષ્મીવાડી મેઇન રોડ પર 3-યુનિટને નોટિસ આપી, વોર્ડ નં-15 કોઠારીયા રોડ પર આવેલ પૂજા પાર્ક સોસાયટી 1-યુનિટના નોટીસ સામે રીકવરી 58600 વોર્ડ નં-16, વોર્ડ નં-17માં પણ કેટલીક મિલકતોને નોટિસ આપી હતી.
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.