ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા 8 ગુજરાત બટાલિયન એનસીસી પ્રાયોજીત સૌ પ્રથમ વાર એન.સી.સી. બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ 10 દિવસ માટે જૂનાગઢ ખાતે યોજાયો જેમાં ગુજરાતભર માંથી અલગ અલગ જીલ્લા માંથી 85 જેટલી એન.સી.સી.બહેનોએ તાલીમ લીધી.
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો.જેમા કાર્યક્રમના અધ્યક્ષ બ્રિગેડીયર કે.લોગનાથન એનસીસી ગ્રુપ કમાન્ડર,રાજકોટ, કર્નલ શ્રીકુમારન પિલ્લેઈ કમાન્ડીંગ ઓફ્સિર, 8 ગુજરાત બટાલિયન, લેફ.કર્નલ વિજયકુમાર મિશ્રા,એડમ ઓફિસર,8 ગુજરાત બટાલિયન, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ એ આપી હતી.
તાલીમાર્થી લતા પટેલ, સુપરવા જેના, શાખરા જાન્વી દ્વારા કેમ્પના અનુભવો વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યુ કે, સૌ પ્રથમ કોર્ષમાં તકલીફ પડી પછી ધીમે ધીમે ઇન્સ્ટ્રકટરના માર્ગદર્શન હેઠળ અનુકુલન સાધતા થઈ ગયા હતા, પર્વતારોહણની તાલીમમાં ભય લાગતો હતો જે દિવસો પસાર થતા તેમાં પણ ખુબ મજા આવતી ગઈ તથા ભય જે હતો ખડક ઉપર ચઢવા ઉતારવાનો એ દુર થયો. અધ્યક્ષ બ્રિગેડીયર કે. લોગનાથન એન.સી.સી. ગ્રુપ કમાન્ડર રાજકોટએ તાલીમાર્થીઓ ને પ્રોત્સાહન આપતા કહ્યું કે આ તાલીમ થી જેમણે આગળ રસ હોય તેઓ આવી તાલીમમાં આગળ વધો તથા બીજા ને પણ આવી તાલીમની અંદર જોડવા પ્રોત્સાહિત કરો તેવું કહ્યું.આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, પ્રદીપકુમાર, અસારી સંજય, પરમાર દશરથ, કુ.ચાવડા જાગૃતિ, કુ.મ્યાત્રા પ્રિયા, ચન્દ્રવાડીયા રામ, માનદ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી.