ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાતમ-આઠમનાં તહેવાર નિમિતે એસટી વિભાગ દ્વારા વધારાની ખાસ બસો ફાળવવામાં આવી છે. જેમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, દીવ, રાજકોટ સહિત રૂટો પર વધારાની ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. તેમ એસટી વિભાગના આરપી શ્રીમાણીએ જણાવ્યુ હતુ ખાસ જન્માષ્ટમીના તહેવારોને લઇ ગોધરા, દાહોદ વિસ્તારના શ્રમિકો સૌરાષ્ટ્રમાં રોજી રોટી કમાવવા ખુબ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે દાહોદ અને ગોધરા જવા માટે સવારથી રાત્રી સમય દરમિયાન કુલ 11 બસો ચાલી રહી છે. આમ મુસાફરોને વધુ સગવડ મળી રહે તે માટે એસટી તંત્ર દ્વારા ખાસ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે અને પ્રવાસીઓની ભીડને ઘ્યાને રાખી સૌરાષ્ટ્રના સોમનાથ, દ્વારકા, સત્તાધાર, દીવ સહિતના પર્યટન સ્થળો પર ખાસ વધારાની બસો મુકવામાં આવી છે.
જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વધુ 85 બસો ફાળવાઇ
