આરતી દરમિયાન એક બાળકી ગંગામાં પડી; યોગીએ ક્રુઝ શિપમાંથી લેસર શૉ જોયો
ખાસ-ખબર ન્યૂઝ કાશી, તા.7
- Advertisement -
કાશીમાં આજે પૂનમના અવસરે દેવ દિવાળી છે. સીએમ યોગીએ નમો ઘાટ પર પહેલો દીવો પ્રગટાવ્યો. 84 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. 15 લાખ દીવા પર્યટન વિભાગ અને 10 લાખ દીવાની વ્યવસ્થા સમિતિઓ અને કાશીવાસીઓએ કરી છે. 2024માં 20 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
દશાશ્વમેધ ઘાટ પર થનારી દેવ દિવાળી આ વખતે ઑપરેશન સિંદૂરની થીમ પર છે. વળી, દશાશ્વમેધ ઘાટ પર મહાઆરતી કરવામાં આવી. આમાં એક લાખથી વધારે લોકો સામેલ થયા. આરતી દરમિયાન એક બાળકી ગંગામાં પડી ગઈ. જોકે, ગઉછઋના જવાનોએ તેને તાત્કાલિક બચાવી લીધી.
આ પછી લેસર શો યોજાયો. હવે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. સીએમ યોગીએ ક્રુઝ શિપમાંથી સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો.
દેવ દિવાળી મનાવવા 40થી વધુ દેશોના લોકો વારાણસી પહોંચ્યા છે. જયપુર અને કોલકાતાના 70 શ્રદ્ધાળુઓ એક જેવી ડ્રેસ પહેરીને પહોંચ્યા. દેવોની દીવાળીની કહાની ત્રિપુરાસુરના સંહાર સાથે જોડાયેલી છે. ત્યારે શિવને ત્રિપુરારી નામ મળતાં જ દેવતાઓ ધરતી પર ઉતરી આવ્યા હતા.
- Advertisement -
દેવ દિવાળી ફક્ત કાશીમાં જ નહીં પરંતુ પ્રયાગરાજ અને મથુરામાં પણ ઉજવવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં પાંચ લાખ અને મથુરામાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. 22 ઓક્ટોબરના રોજ, યોગી સરકારે અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી, રામ કી પૈડીમાં 29 લાખથી વધુ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.



