સામાન્ય પ્રવાહમાં 132નેે A1 ગ્રેડ, વિજ્ઞાન પ્રવાહમાંં 43ને A1 ગ્રેડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
આજે ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં જૂનાગઢ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 84.81 અને વિજ્ઞાન પ્રવાહનું 85.22 ટકા પરિણામ જાહેર થયું છે. જૂનાગઢમાં ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2994 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાંથી 2990એ પરીક્ષા આપી હતી. ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના 2544 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં જૂનાગઢના A1 ગ્રેડ મેળવનાર 43 વિદ્યાર્થીઓ છે તેમજ A2 ગ્રેડ મેળવનાર 305 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જૂનાગઢમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું 84.81 ટકા પરિણામ જાહેર થયું છે.
જૂનાગઢ શહેરનું 88.94 %, માણાવદરનું 86,14 %, વિસાવદરનું 86.7 %, ભેંસાણનું 91.06%, કેશોદનું 90.09 %, માળિયા હાટીનાનું 84.33 %, મેંદરડાનું 93.81 %, માંગરોળનું 81.08%, લોએજનું 76.94%, દિવરાણાનું 52.16%, ખોરાસાનું 73.62% પરિણામ નોંધાયું છે. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 10,585 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા હતા. જેમાંથી 10,490 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 8802 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1688 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. અ1 ગ્રેડ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 132, A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 1191 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લાનું ગત વર્ષ 2023 માં ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ 67.66% નોંધાયું હતું. ત્યારે આ વર્ષે જૂનાગઢ જિલ્લાનું ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ 84.81% નોંધાયું છે.