30 દિવસમાં 24,700 કુપોષિત બાળકોનો જન્મ થયો
ઓછું વજન ધરાવતા 5,881 બાળકો નોંધાયા : સૌથી વધુ અતિ કુપોષિત 1535 બાળકો બનાસકાંઠા જિલ્લામાં
- Advertisement -
કુપોષણના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા 811 કરોડની યોજનાઓ જાહેર કરી હોવા છતાં પણ ગુજરાત રાજ્યમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા ચિંતાજનક છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 30 દિવસમાં 18,819 અતિ કુપોષિત બાળકો નોંધાયા છે. જ્યારે ઓછું વજન ધરાવતા 5,881 બાળકો નોંધાયા છે. સૌથી વધુ અતિ કુપોષિત 1535 બાળકો બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કુપોષિત 93 બાળકો નવસારી જિલ્લામાં નોંધાયા છે.
કેન્દ્ર સરકાર દ્વાર રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત છેલ્લા 3 વર્ષની અંદર 29976.16 લાખ રકમ ફાળવી છે. જેમાં આંગણવાડી સેવા યોજના અંતર્ગત ત્રણ વર્ષમાં 99,395 લાખ અને પૂરક પોષણ કાર્યક્રમ માટે 89,389.74 લાખ રકમ ફાળવવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 1 એપ્રિલ 2020ની સ્થિતિએ ગુજરાત સરકાર પાસે 14,779.16 લાખ રકમ ઉપલબ્ધ હતી. જેથી કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી ન હતી. જોકે, નાણાકીય વર્ષ 2020-21માં અઠઠ અને અઠઇં માટે 848.46 લાખ રકમ કેન્દ્ર સરકારના મહિલા બાળ આયોગ દ્વારા ફાળવવામાં આવી હતી.
આ અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર કે.કે. નિરાલાએ ગુજરાતી જાગરણ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાને 2 મહિના જેટલો સમય થયો છે. આ યોજના થકી ગર્ભવતી માતાને પોષક આહાર મળી રહેશે. આવનાર સમયમાં તંદુરસ્ત બાળકોનો જન્મઆંકમાં વધારો જોવા મળશે. યોજનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓએ અરજી કરી છે. દરેક ગર્ભવતી મહિલાને આ યોજના થકી પોષ્ટિક આહાર મળી રહે તે હેતુથી યોજના બનાવવામાં આવી છે.
ગુજરાતમાં અતિ ગંભીર કુપોષિત બાળકોની સંખ્યા
છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં અતિ ગંભીર કુપોષિત બાળકોની સંખ્યા 18,819 નોંધાઈ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. સૌથી ઓછા 80 બાળકો નર્મદા જિલ્લામાં નોંધાયા છે. મહાનગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ અતિ કુપોષિત 1445 બાળકો અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા 112 બાળકો ગાંધીનગર મનપા વિસ્તારમાં નોંધાયા છે. અતિ કુપોષિત બાળકો એટલે ઠઇંઘના ચાઈલ્ડ ગ્રોથ સ્ટાન્ડર્ડ-3જઉની નીચે ણ સ્કોરમાં આવતા બાળકો ગણવામાં આવે છે. ઉંમરના તબક્કા પ્રમાણે બાળકોનું વજન, ઉંચાઈ ખૂબ ઓછી હોય છે.
- Advertisement -
જન્મથી ઓછું વજન ધરાવતા બાળકો
રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં જન્મથીજ ઓછું વજન ધરાવતા 5,881 બાળકોએ જન્મ લીધો છે. જેમાં સૌથી વધુ બાળકો મહેસાણા જિલ્લામાં 328 નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા જૂનાગઢ શહેરમાં 26 નોંધાયા છે. કઇઠ ધરાવતા બાળકોમાં ગંભીર સ્થિતિમાં હોય તેવા 723 (1.74%) બાળકો છે. મધ્યમ કક્ષામાં આવતા 5159 (12.46%) બાળકો છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુપોષિત બાળકો એટલે કે જેમનું જન્મથી જ ઓછું વજન ધરાવે છે તેવા બાળકોની સંખ્યા વધારે જોવા મળી રહી છે.
5 વર્ષમાં 4 હજાર કરોડ ખર્ચશે સરકાર
કુપોષણ અને પાંડુરોગ દૂર કરવા માટે રાજ્ય સરકારે માતૃશક્તિ યોજના લાગુ કરી છે. આ યોજના માટે રાજ્ય સરકારે 811 કરોડની જોગવાઇ કરી છે. આગામી પાંચ વર્ષ માટે રાજ્ય સરકાર આ યોજના પાછળ રૂ. 4 હજાર કરોડ ખર્ચ કરશે. આ યોજના અંતર્ગત માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે 1 હજાર દિવસ આહારમાં અન્ન સાથે પ્રોટિન ફેટ તેમજ સુક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાને સરકાર 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર સિંગતેલ આપવાનું નક્કી કર્યુ છે. આ યોજનાનો લાભ લેવા 4,00,302 અરજી રાજ્ય સરકારને મળી છે. સરકારે 3,26,563 અરજી મંજુર કરી હતી.