જૂનાગઢ સરકારી આર્યુવેદ હોસ્પિટલની સફળ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના પંચેશ્વર રોડ ઉપર આવેલ સરકારી આર્યુવેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. જોસેફ ખેરાણીની સરાહનીય કામગીરી રહેલી છે. એમણે વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં આ સરકારી આર્યુવેદ હોસ્પિટલ ખૂબ જ સારી રીતે દર્દીઓની સાર સંભાળ લે છે. અને આ હોસ્પિટલમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લાના દર્દીઓ લાભ લ્યે છે.
આ હોસ્પિટલમાં શલ્ચ તંત્ર (સર્જરી) વિભાગના વિભાગ અધિક્ષક ડો. અનિતાબેન કટારીયા ની આગેવાની હેઠળ આસોસીયેટ ડો. પાર્થ પંડ્યા અને મેડિકલ ઓફિસર ડો. જોસેફ ખેરાણી દર્દીઓની તપાસ કરી રહ્યા છે. ઓપીડી (સજઁરી) વિભાગમાં રોજનાં 70 થી 80 દર્દીઓ લાભ લ્ચે છે.અને એમને હરસ, મસા, ભખંદર, નાડી વ્રણ, કપાસી, શરીર પરના મસા, ચરબીની ગાંઠ, કાનની બુંટ સંધવાવી, ડાયાબિટીસના કારણે અથવા અન્ય કારણોસર પગમાં પડેલ ચાંદા/વ્રણ, ન રૂજાતા ચાંદા હોય તેવા દર્દીઓનું નિદાન કરી સારવારની સાથે જરૂર પડતા દાખલ કરી ઓપરેશન પણ કરી આપવામાં આવે છે. આ વિભાગ દ્વારા રોજના 10 થી 15 નાના, મોટા ઓપરેશન કરવામાં આવે છે. તેમજ અહીં દાખલ થયેલા દર્દીઓને શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક દર્દીઓની જરૂરિયાત મુજબ બે ટાઈમ ભોજન તથા એક ટાઈમ નાસ્તો આપવામાં આવે છે. આ તમામ સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.



