એક સાથે 100 લોકો અંદર બેસીને જમી શકશે, રેલ રેસ્ટોરન્ટ કેવી હશે તે જાણવા સૌ કોઈ આતુર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની પ્રથમ રાજકોટમાં ટ્રેનના કોચની અંદર રેસ્ટોરન્ટ બનવા જઈ રહી છે તેને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. થોડા સમયમાં જ રાજકોટવાસીઓને વધુ એક નજરાણું મળશે. રંગીલી જનતાને જમવાના સ્વાદ સાથે અનોખો માહોલ મળવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં રેલવેની જગ્યા પર ટ્રેકની બાજુમાં જ ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાન્ટ બની રહી છે.
- Advertisement -
આ રેસ્ટોરાન્ટની અંદર એકસાથે 100 વ્યક્તિ જમી શકશે. કેવી હશે આ રેલ રેસ્ટોરન્ટ એ જાણવા સૌકોઈ આતુર છે, વેસ્ટર્ન રેલવે દ્વારા પોતાની વધારાની જગ્યા તેમજ કંડમ થયેલા રેલકોચ હોય એમાંથી આવક ઊભી થાય એ માટે યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના મુજબ રેસ્ટોરાન્ટનું સંચાલન અને જાળવણી ખાનગી પેઢી દ્વારા કરવામાં આવશે, જે રેલવેને માસિક ભાડું ચૂકવશે.
- Advertisement -
આ યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ રેલ રેસ્ટોરાં રાજકોટમાં બની રહી છે અને આ માટેની ટેન્ડરપ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. એનું ટેન્ડર ઓક્ટોબર 2022માં બહાર પાડવામાં આવ્યું હતું.