સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો 720 લોકો પર સરવે
26.8% લોકોને ક્રાઈમ આધારિત, 26.8%ને રોમેન્ટિક, 24.7%ને પ્રેમ પર આધારિત અને 21.6%ને ફેમીલી ડ્રામા પસંદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દરેક વ્યક્તિ આનંદ અને મજા મેળવવા માટે વિવિધ પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરતી હોય છે. જેમાંનું એક માધ્યમ એ ટીવી અને તેમાં આવતા મૂવી તેમજ સીરીયલો હોય છે. મૂવી અને સિરિયલોની બહુ મોટી અસર એ વ્યક્તિની રહેણીકરણી અને તેના જીવન જીવવાની શૈલી પર પડતી હોય છે. માત્ર બાહ્ય દેખાવ નહી પરંતુ વ્યક્તિના આંતરિક વિશ્વ અને માનસિકતા પર પણ તેની અસર પડતી હોય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વેબ સિરીઝ કે પછી કોઈ મૂવીની પ્રેરિત થઈને ઘણા ગુનાઓ પણ લોકો આચરે છે. એ વિશેનો એક સર્વે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા 720 લોકો પર કરવામાં આવ્યો જેમાં મૂવીની માનસિકતા પર શું અસર થાય તે વિશે જાણવાનો મુખ્ય હેતુ હતો. સર્વેની માહિતી એ ગુગલફોર્મ અને મુલાકાત પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી. 26.8 ટકા લોકોને ક્રાઈમ આધારિત, 26.8 ટકાને રોમેન્ટિક, 24.7 ટકાને પ્રેમ પર આધારિત અને 21.6 ટકાને ફેમીલી ડ્રામા પસંદ છે. જ્યારે શું તમે એ માનો છો કે લોકો ક્રાઈમને લગતી સીરીયલો અથવા પીક્ચરોને જોઇને ક્રાઈમ કરતા શીખે છે. જેમાં 80.4 ટકા લોકોએ હા જણાવી.
ક્રાઇમ પેટ્રોલ કે દૃશ્યમ જેવી ફિલ્મમાં થી સંદેશ હકારાત્મક લેવાને બદલે લોકો તેને અનુસરીને ગુનાહ કરતા હોય છે એની પાછળનું મુખ્ય કારણ માણસ ની નકારાત્મકતા છે. માણસનો મૂળભૂત સ્વભાવ સારામાં પણ ખરાબ જોવાનો છે. એટલે જ જમણવાર માં દાળ મોળી હતી એવું આપણે સાંભળતા હોઈએ છીએ.
નિષેધક મુવી અને ગુનાઓને લગતા પિક્ચરો દ્વારા આક્રમકતા અને ગુસ્સો વધી શકે
– હિંસાત્મક કે ક્રાઈમને લગતી મૂવી કે સિરિયલો જોઇને તમને ગુસ્સો આવે છે? જેમાં 41.20%
લોકોએ હા જણાવી
-કોઈ પ્રકારનું પ્લાનીંગ દેખાડતી મૂવી અથવા સિરીઝ જોઇને લોકો એ રીતે પ્લાન કરતા શીખે છે? જેમાં 80.40% લોકોએ હા જણાવી
– શું તમે માનો છો કે મૂવી માંથી લોકો સારી બાબતો કરતા નિષેધક બાબતો વધારે ગ્રહણ કરી લે છે?
જેમાં 83.50% લોકોએ હા જણાવી
-અમુક પ્રકારના ગુનાઓ પાછળ પિકચરો કે વેબસિરીઝ જવાબદાર છે એવું તમે માનો છો? જેમાં 81.18% લોકોએ હા જણાવી