સિંચાઈ યોજનામાં ડોમેસ્ટિક ઉપયોગ માટે વેરાવળ- પાટણ, ચોરવાડ જુથના 42 ગામોને પાણી પહોંચાડાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
તાલાલા તાલુકા સહિત ગીર પંથકની જીવાદોરી સમાન જંગલ મધ્યે આવેલ હિરણ-1 કમલેશ્વર ડેમમાંથી વેરાવળ, પાટણ નગરપાલિકાની માનવ વસ્તી અને ચોરવાડ જુથ યોજના હેઠળના 42 ગામોની માનવ વસ્તીને પિવાનું પાણી પુરૂ પાડવાના હેતુથી 80 એમસીએફટી પાણીનો જથ્થો હિરણ નદી મારફત હિરણ-2 ડેમમાં આજથી પહોંચાડવામાં આવી રહ્યો છે.
હિરણ-2 (ઉમરેઠી) ડેમમાં ગેઈટનું કામ કરવા પાણી છોડવામાં આવેલ હવે વેરાવળ પાલિકા અને 42 ગામો માટે પાણી પૂરવઠા બોર્ડ હિરણ-2 ડેમમાંથી પાણી લીફ્ટ કરતા હતા તે પાણીનો ભાગ ઓછો થઈ જતા હિરણ-1 ડેમમાંથી 110 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવેલ તે અંતર્ગત 80 એમસીએફટી પાણી આજે હિરણ નદીમાં છોડવામાં આવેલ તે પામીનો જથ્થો હિરણ-2 ડેમના એચઆર લેવલમાં પહોંચશે. જ્યાંથી પિવાના પાણી માટે વેરાવળ પાલિકા અને પાણી પૂરવઠા બોર્ડ પાણી ઉપાડશે.
100 NCFT વન્યજીવો માટે અનામત
હિરણ-1 ડેમમાંથી 100 એમસીએફટી પાણી ગીર જંગલના વન્યજીવો માટે અનામત રાખી તાલાલા તાલુકાના સિંચાઈના બે પાણી જાળવી પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર કલસરીયા અને મદદનીશ ઈજનેર સીંઘવભાઈ તથા પીઠીયાભાઈએ જણાવ્યુ હતું.
- Advertisement -
ઔદ્યોગિક ગૃહોને 75 ટકા પાણી બંધ
ઈન્ડીયન રેયોન અને જીએચસીએલ કંપની હિરણ-2માંથી દરરોજ 1.5 એમએલડી પાણીનો ઉપાડ કરતા હતા તેમાં 75 ટકા કાપ મુકી પિવાના હેતુથી 0.35 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. વેરાવળ પાલિકા દરરોજ ત્રણ એમએલડી અને ચોરવાડ જુથ યોજના દરરોજ 2.88 એમએલડી પાણીનો જથ્થો ઉપાડે છે.



