દુઘર્ટનામાં અનેક લોકો ઘાયલ : નાઈટ કલબમાં ગવર્નર સહિત અનેક ક્ષેત્રોની હસ્તી ઉપસ્થિત હતી
ખાસ-ખબર ન્યૂઝ સેન્ટો ડોમિંગો
ડોમિવિકન રિપબ્લીકની રાજધાની સેન્ટો ડોમિંગોની પ્રસિદ્ધ નાઈટ કલબ ‘જેટ સેટ’માં લાઈવ કોન્સર્ટ દરમ્યાન અચાનક છત ઘસી પડવાથી 80 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
આ ઘટનાક્રમમાં 160 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ‘જેટસેટ’ નાઈટ કલબને સેન્ટ ડોમિંગોનું એક મુખ્ય સાંસ્કૃતિક સ્થળ માનવામાં આવે છે.આ દુર્ઘટના દરમ્યાન અનેક હાઈપ્રોફાઈ ગેસ્ટસ પણ હાજર હતા જેમાં રાજનેતા ખેલાડી અને સંગીત પ્રેમીઓ પણ સામેલ છે.
- Advertisement -
આ દુઘર્ટનાને પગલે રાહત અને બચાયકાર્ય તરત શરૂ થઈ ગયુ હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. દુઘર્ટનાનાં 12 કલાક પછી પણ સ્થિતિ ઘણી ગંભીર બની હતી. કારણ કે ફાયર બ્રિગેડ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે લાકડાની પટ્ટીઓ અને ડ્રીલને ઉપયોગ કરી રહ્યા હતા.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં મોન્ટેક્રિસ્ટી રાજયની ગર્વનર નેલ્સી ક્રુઝ પણ હતી જે પૂર્વ મેજર લીગ બેઝબોલ ઓલ સ્ટાર જેસન ક્રુઝની બહેન હતી. આ દુર્ઘટનાએ માત્ર ડોમિનિકન રિપબ્લીક જ નહિં બલકે પુરી દુનિયાને હચમચાવી નાખી છે. આ ઘટના બાદ બાદ અસરગ્રસ્ત લોકોને દિલસોજી પાઠવી છે. અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે.ઈમરજન્સી સંચાલન કેન્દ્રનાં ડિરેકટર જુખાન મેન્યુએલ મેડેજે કહ્યું હતું કે આમાંથી અનેક લોકો હજુ જીવતા છે. અને આ કારણે જ અહીંની સરકાર ત્યાં સુધી હાર નહિં માને જયાં સુધી કાટમાળ નીચેથી એકપણ વ્યકિત બહાર ન આવી જાય.આ દુઘર્ટનામાં મૃત્યુ પામતા મોન્ટેક્રિસ્ટી પ્રાંતની ગવર્નર નેલ્સી ક્રુજ હતી. ફર્સ્ટ લેડી રાકવેલ અર્બાજેએ જણાવ્યું હતું કે નેલ્સી ક્રુઝે રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરને રાત્રે 12-49 વાગ્યે એક ઈમરજન્સી કોલ કર્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે તે કાટમાળની નીચે ફસાઈ છે.બાદમાં હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેનુ મોત થયુ હતું. અર્બાઝેએ કહ્યું હતુ કે આ એક મોટી કરૂણતા છે. તેના અવાજમાં કંપન હતું,.