ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
ગીર સોમનાથ આજે સમગ્ર રાજ્યમાં ધોરણ – 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા તેમાં વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું 80.46% પરિણામ જાહેર થયું છે અને જિલ્લામાં 2 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ મેળવ્યો છે જયારે 64 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવ્યો છે.
- Advertisement -
તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં જિલ્લાનું 92.41% પરિણામ જાહેર થયું જેમાં ગીર સોમનાથ જિલ્લાના જિલ્લાના 75 વિદ્યાર્થીઓ એ એ 1 ગ્રેડ મેળવ્યો હતો એ 1 ગ્રેડ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી અભિનંદન સાથે વિદ્યાર્થીના પરિવારોમાં ખુશી જોવા મળી હતી.