ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન સમારંભ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિન સમારંભની ઉજવણી શિક્ષણ વિભાગ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, મોરબી દ્વારા કરવામાં આવી હતી. આ શિક્ષક દિન સમારંભ કાર્યક્રમમાં મોરબી તાલુકાના સંજયકુમાર બાપોદરીયા અને અશોકભાઈ કાંજિયા, માળીયા મિંયાણા તાલુકાના મહેશભાઈ ગાગિયા અને યોગેશભાઈ ગામી, ટંકારા તાલુકાના જીવતીબેન પીપળીયા, હેતલબેન સોલંકી, દિપાલીબેન આડેશરા તેમજ વાંકાનેર તાલુકાના વિશાલકુમાર ચૌહાણને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વિવિધ સ્કોલરશીપ લક્ષી પરિક્ષાઓમાં સફળતા મેળવેલ 10 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા કલેકટર સહિત શિક્ષણ સમિતિના અધિકારીઓ, આચાર્યો, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.