રાજપિપળા નજીક આવેલા પોઇચા પાસે બનેલી ઘટના
નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસી ડૂબ્યા
- Advertisement -
ફાયર ફાઇટરોએ પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી હતી. ત્યારે આજે એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા.
- Advertisement -
નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે. મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા.આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે.