શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો વાજપાઈ બૅન્કેબલ યોજનાનો આશય: જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
રાજ્ય સરકારની અમલીકૃત વાજપાઇ બૅન્કેબલ યોજના હેઠળ જે અરજદારઓ પાત્રતા ધરાવતા હોઇ તે અરજદારોને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી ઉપર ઓનલાઈન અરજીઓ કરવા રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી દ્વારા જણાવામાં આવ્યુ હતું કે, વાજપાઇ બૅન્કેબલ યોજનાનો લાભ લેવા ઇચ્છુક લાભાર્થીઓની ઉંમર 18 થી 65 વર્ષની રહેશે.ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી વાજપાઈ બૅન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગો, નવા વ્યવસાયને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે કાર્યરત કરેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવો હોય તો બહુમાળી ભવનમાં પહેલા માળે સંપર્ક કરવાનો રહેશે.
શૈક્ષણિક લાયકાત માટે ઓછામાં ઓછું ધોરણ-4 પાસ અથવા તાલીમ, અનુભવ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ, આ યોજનાનો લાભ લેવા માટે કોઇ આવક મર્યાદા નથી. બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા અને સહાયની મહત્તમ મર્યાદા માટે ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્તમ રૂ.8 લાખ લોન ધિરાણ સામે રૂ.1,25,000, સેવા ક્ષેત્રમાં મહત્તમ રૂ.8 લાખ લોન ધિરાણ સામે રૂ.1,00,000 અને વેપાર ક્ષેત્રમાં મહત્તમ રૂ.8 લાખ લોન ધિરાણની સહાય મળવાપાત્ર રહેશે.