150 ફૂટ રિંગ રોડ પર આવેલા થિરૂમાલા મદ્રાસ કાફે અને પુષ્કરધામ સોસાયટી પાસે આવેલી અતુલ બેકરીને ચોખ્ખાઈ બાબતે યોગ્ય સ્ટોરેજ રાખવા નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજે શહેરમાં અનેક સ્થળોએ તપાસ કરી હતી. જેમાં પ્લેટિનમ આર્કેડ, ગ્રા.ફ્લોર 1-2, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ “પટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી. (છાસવાલા)” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફ્રીઝમાં એક્સપાયરી ડેટ વીતેલા વિવિધ ફલેવરના આઇસ્ક્રીમ મળી આવતા કુલ મળીને 8 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બાલાજી કૃપા, સિલ્વર હાઇટસની બાજુમાં આવેલ “બાઉલ બાઇટ” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા 150 ફૂટ રીંગ રોડ આવેલ “થિરૂમાલા મદ્રાસ કાફે” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ જ્યારે પુષ્કરધામ પાસે, આવેલ “મલ્ટીગ્રેઇન ફૂડ પ્રા.લી.(અતુલ બેકરી)” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર પ્રોડક્ટ મુજબ યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
ચકાસણી કરેલાં ધંધાર્થીઓની વિગત
(01) જય રાણીમાં હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02) મહાકાળી કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03) પરમ ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) કૈલાશ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05) સુરેશ સ્વીટ માર્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06) શ્યામ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07) જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના તથા (08) ક્રિષ્ના માર્ટ (09) જે.બી. સુપર માર્ટ (10) ઝીંઝુરાજ મેડિકલ સ્ટોર (11) પાર્શ્વનાથ જનરલ સ્ટોર (12) આરના લાઈવ આઇસ્ક્રીમ (13) પરિશ્રમ કેક શોપ (14) સદગુરુ અમૂલ પાર્લર (15) મેરીએટ ફૂડ ઝોન (16) ક્રિષ્ના ડેરી ફાર્મ (17) પારસ સ્વીટ માર્ટ (18) શ્રી હરિ જનરલ સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી.