ખાસ-ખબર સંવાદદાતા
રાંચીમાં 23 દિવસની છોકરીના પેટમાંથી આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા છે. તબીબોનું કહેવું છે કે, બાળકોના પેટમાંથી ભ્રૂણ નીકળવાના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. આઠ ભ્રૂણ નીકાળવાનો આ કેસ તો દુનિયાનો પહેલો કેસ છે.
આ ઘટના ઝારખંડના રામગઢની છે. બાળકીનો ઈલાજ રાણી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો હતો. ઓપરેશન કરનાર ડોક્ટરે કહ્યું કે, બાળકીનો જન્મ 10 ઓક્ટોબરે થયો ત્યારે તેના પેટમાં સોજો હતો. બે દિવસ પછી તેને રાણી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સીટી સ્કેન જોતાં જાણવા મળ્યું કે પેટમાં ત્વચાનો સોજો હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી અને 21 દિવસ બાદ તેને બોલાવવામાં આવી હતી. 2જી નવેમ્બર એટલે કે બુધવારે જ્યારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે 8 ભ્રૂણ કાઢવામાં આવ્યા હતા.