દિલ્હી-NCRમાં મિલકતોની માંગમાં 26% નો ઘટાડો
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં દિલ્હી-ગઈછ, બેંગ્લુરુ અને કોલકાતામાં માંગમાં સુસ્તી છતાં જાન્યુઆરી-જૂન દરમિયાન આઠ મુખ્ય શહેરોમાં મિલકતોનું વેચાણ 15% વધ્યું છે. રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મ પ્રોપ ટાઇગર અનુસાર રહેણાંક મિલકતોનું વેચાણ કેલેન્ડર વર્ષ 2023ના પહેલા છ મહિના દરમિયાન વધીને 1,66,090 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,44,950 યુનિટ્સ નોંધાયું હતું. દિલ્હી-એનસીઆરમાં જાન્યુઆરી-જૂનમાં વેચાણ અગાઉના 9,530 યુનિટ્સની તુલનાએ 26 ટકા ઘટીને 7,040 યુનિટ્સ રહ્યું છે.
- Advertisement -
બેંગ્લુરુમાં મિલકતોનું વેચાણ 11 ટકા વધીને 14,210 યુનિટ્સ રહ્યું હતું જે અગાઉ 16,020 યુનિટ્સ રહ્યું હતું જ્યારે કોલકાતામાં વેચાણ 31 ટકા ઘટીને 4,170 યુનિટ્સ નોંધાયું હતું જે અગાઉ 6,080 યુનિટ્સ રહ્યું હતું. જો કે અમદાવાદમાં મિલકતનું વેચાણ અગાઉના 12,790થી 23 ટકા વધીને 15,710 યુનિટ્સ નોંધાયું હતું. ચેન્નાઇમાં વેચાણ અગાઉના 6,520 યુનિટ્સથી વધીને 6,680 યુનિટ્સ રહ્યું છે.
હૈદરાબાદમાં પણ પણ વેચાણ 24 ટકા વધીને અગાઉના 14,460 યુનિટ્સની તુલનાએ 17,890 યુનિટ્સ નોંધાયું છે. મહારાષ્ટ્રમાં ટોચના બે પ્રોપર્ટી માર્કેટમાં વેચાણમાં 26 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઇમાં હાઉસિંગ સેક્ટરમાં માંગ વધીને 62,630 યુનિટ્સ રહી છે જે અગાઉ 49,510 યુનિટ્સ હતી. પુણેમાં વેચાણ વધી 37,760 યુનિટ્સ રહ્યું હતું. દેશમાં વર્ષ 2023ના બીજા ક્વાર્ટર દરમિયાન ટોચના સાત શહેરમાં મિલકતોનું વેચાણ 1,15,100 યુનિટ્સ સાથે સર્વોચ્ચ સ્તરે હતું.
એનારોકના રિસર્ચ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના બીજા ક્વાર્ટર દરમિયાન 84,960 યુનિટ્સના વેચાણની તુલનાએ તેમાં 36 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટોચના સાત શહેરોમાં 51 ટકા વેચાણ સાથે મુંબઇ અને પુણે ટોચ પર છે. પુણેમાં વાર્ષિક 65 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ બંને શહેરોમાં 58,770 યુનિટ્સનું વેચાણ થયું હતું.