-શ્રેષ્ઠ ટ્રાફીક મામલે દુનિયામાં અમેરિકાનું શહેર ફિલંટ અવ્વલ
વાહન વ્યવહારથી સર્જાતી ટ્રાફીક સમસ્યાનો આપણે રોજેરોજ સામનો કરીએ છીએ.હાલમાં જ બેંગ્લુરૂમાં ટ્રાફીક જામની ખબર રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી ખબર બહાર આવી છે. દુનિયામાં ટ્રાફીક-વાહન વ્યવહાર મામલે ખરાબ 20 શહેરોમાં એકલા ભારતનાં 8 શહેરોનો સમાવેશ થતો હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે.
- Advertisement -
આ શહેરોમાં ભિવંડી, કોલકતા, આરા, બિહારશરીફ, આઈઝોલ, મુંબઈ, બેંગ્લુરૂ અને શિલોંગનો સમાવેશ થાય છે. દુનિયાભરમાં વાહન વ્યવહારની ગતિને માપનારૂ આ સંશોધન અમેરિકાની રિસર્ચ સંસ્થા, નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચ, (એનબીઈઆર) એ કર્યું છે. અધ્યયન મુજબ ટ્રાફીકની ખરાબ સ્થિતિવાળા શહેરોમાં ભારતનું ભિવંડી પાંચમાં ક્રમે અને કોલકાતા છઠ્ઠા ક્રમે છે.
સંશોધકોએ યાત્રા કરીને આંકડા મેળવ્યા: સંશોધકોએ ત્રણ લાખથી વધુ વસ્તીવાળા 1 હજારથી વધુ વૈશ્વીક શહેરોમાં ટ્રાફીક-વાહન વ્યવહારનું વિશ્ર્લેષણ કરવા માટે ગુગલ મેપના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. શહેરોની યાત્રા પણ કરી હતી. જેમ કે તેમણે ભારતમાં 173 શહેરોમાં 6.6 કરોડ યાત્રાઓમાં આંકડો એકત્ર કરાયો હતો. અમેરિકામાં 139 શહેરોમાં 5.7 કરોડ યાત્રાઓના આંકડાનું વિશ્ર્લેષણ કરાયું હતું.
સૌથી વધુ તેજ અમેરિકાનું ફિલેટ શહેર: ટ્રાફીક મામલે સૌથી વધુ તેજ શહેર અમેરિકાનું ફિલંટ (મીશીગન) છે જેનો ગતિ સૂચકાંક 0.48 છે.અહીં ટ્રાફીકની સમસ્યા નથી, જયારે સૌથી ધીમો ટ્રાફીક બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે તેનો સુચકાંક -0.60 છે. બાંગ્લાદેશના બધા શહેરો વિશ્વનાં સૌથી ધીમા 15 ટકા શહેરોમાં છે.20 સૌથી તેજ શહેરોમાં અમેરીકાના 19 શહેરો છે.
- Advertisement -
અમીર દેશોમાં વાહન વ્યવહાર વધુ સુગમ: અમીર દેશોમાં યાત્રા કરવી ગરીબ દેશોની તુલનામાં 50 ટકા વધુ સુગમ છે.સંશોધકો અનુસાર શહેરનો આકાર, પાયાગત માળખુ અને જેનીન એરીયા અમીર દેશોમાં તેમના શહેરોમાં સુગમ બનાવે છે. તેમના શહેરોમાં માર્ગો વધુ પહોળા છે અને મોટા ભાગનો હિસ્સો શહેરી છે.