ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી અનુલક્ષી સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર કાર્યરત થયુ છે.અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ આઠથી દસ દિવસ સુધી નદીમાંથી સફાઈ શરૂૂ કરી છે આજે સવારથી શરૂ થયેલ સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલો, ચુંદડીઓ, નાળીયેર એકઠા કરાયા હતા.રાજયમાં આવેલુ પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતી સંગમ પ્રાચીન કાળથી પ્રસિધ્ધ છે. સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તા.24થી 26 ફેબ્રૂઆરી અલૌકિક સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગ રૂૂપે ત્રણે દિવસ અહીં આરતી યોજાશે. જે આઠથી દસ દિવસ સુધી નદીમાંનો કચરો સવારના 7થી રાત્રીના 11 સુધી એકઠો કરી નદી સફાઈ કરી રહી છે. આ સફાઈમા નદીમા પથરાયેલ લીલાછમ વેલાઓની જળકુંભીઓ પણ દૂર કરી જળ નિર્મળ બનાવાઈ રહ્યુ છે. કલીન ટેક-પુના-બોમ્બેના સહયોગથી અંદાજે અઢી કરોડની આ બોટ યાત્રિક-માનવીય રીતે કાર્ય કરી રહી છે. જેના ઓપટર રાજકિશોર તથા તેની સાથે બે એન્જીનીયરો પણ અમદાવાદથી આ કાર્ય માટે ખાસ આવેલ છે. જેમા જયેશ પરીખ અને મોબીત અન્સારીનો સમાવેશ થાય છે. આજે સવારે 7થી 11 દરમિયાન જ અંદાજે ચાર ટન જેટલો જળકુંભી વેલ, પ્લાસ્ટીક બોટલો, ચૂંદડીઓ, નાળીયેર અને નકામા ધાતુના કટકાઓ એકઠા કરવામાં આવ્યા હતા. આ સ્ટીમર બોટ એન્જીથી નદીમાં ચાલે છે અને જેસીબીની જેમ જ વેલા અને નદીમાંના કચરાને આગળના ભાગના સુપડામાં એકત્ર કરી તેને વળાંક લઈ પાછળ કચરો ઠલવાની ટ્રોલીમા ઠાલવે છે.
ત્રિવેણી સંગમ ઘાટ પાસે અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ દ્વારા 8-10 દિવસ સુધી નદીનું સફાઈ અભિયાન
