PGVCLની 30 ટીમ મેદાને
રહેણાંક, કોમર્શિયલ અને ખેતીવાડી સહિતના કુલ 297 કનેક્શનમાંથી ગેરરીતી પકડાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં વીજચોરી વધુ થતી હોવાની ફરિયાદને પગલે મોરબી જીલ્લામાં પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા અમુક સમયથી વીજચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાંથી છેલ્લા ચાર દિવસમાં પીજીવીસીએલની ટીમો દ્વારા રહેણાંક, કોમર્શિયલ અને ખેતીવાડી સહિતના કુલ 2693 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 297 વીજ કનેક્શનોમાં ગેરરીતી જણાતા કુલ રૂ. 79 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી વીજચોરી પકડવા પીજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી જીલ્લામાં પીજીવીસીએલ કચેરીની 30 ટીમોએ હળવદ, ચરાડવા, વાંકાનેર, માળીયા, ટંકારા, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગત તા. 6 થી 10 જૂન સુધી લગાતાર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વીજ ચેકિંગ ટીમો દ્વારા રહેણાંક, કોમર્શિયલ, ખેતીવાડી સહિત કુલ 2693 કનેક્શનો ચેક કરવામાં આવતા 297 કનેક્શનોમાંથી ગેરરીતી ઝડપાઈ હતી જેથી રહેણાંકમાં રૂ. 71.14 લાખ, કોમર્શિયલમાં રૂ. 7.66 લાખ અને ખેતીવાડીમાં રૂ. 20 હજાર મળીને કુલ રૂ. 79 લાખની વીજચોરી પકડવામાં આવી હતી.