ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં પી.ટી.સી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન રક્ષક સંવર્ગ-3ની શારીરિક કસોટીના પ્રથમ દિવસે 781 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જે પૈકી 118 મહિલા અને 663 ઉમેદવારોએ ઉત્સાહ પૂર્વક શારીરિક કસોટી આપી હતી. વનખાતા તેમજ અન્ય વિભાગના અધિકારીઓના સંકલનમાં આ વન રક્ષક સંવર્ગ-3 ની સીધી ભરતીની શારીરિક કસોટી સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. તેમ સૌરાષ્ટ્ર રિજયન સમિતિના સભ્ય સચિવની યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢમાં વનરક્ષક સંવર્ગ-3ની 781 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
