તબીબોના ગરબડિયા અક્ષર, ફાર્માસિસ્ટની ભૂલ ઘણી વાર દર્દીઓ માટે ઘાતક બની શકે
રાજ્યના 250થી વધુ વિવિધ બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ ડૉકટરોના સરવેનું તારણ
- Advertisement -
ડૉકટરોએ હાથની જગ્યાએ પ્રિન્ટેડ પ્રિસ્કિપ્શન આપવું વધારે હિતાવહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
એક જેવા નામ અને ઘટકો ધરાવતી દવાઓના કારણે દર્દીને અજાણતા ખોટી દવા મળી જાય છે. આ બાબતે શહેરની એસજીવીપી (ખાનગી હોસ્પિટલ)ના કાર્ડિઓલોજીસ્ટ ડો. ક્રિષ્ણ કિશોર ગોયલે રાજ્યના 250 જેટલા વિવિધ બ્રાન્ચના ડોક્ટરોનો સરવે કર્યો હતો. સરવેમાં 78 ટકા ડોક્ટરોએ કહ્યું કે ઘણી વખત દર્દી ફોલોઅપમાં આવે ત્યારે ખ્યાલ આવતો હોય છે કે પ્રિસ્કિપ્શનમાં લખેલી દવાને બદલે અન્ય કોઈ રોગની દવા લીધી હતી. ડોક્ટરોના પ્રિસ્ક્પિશનમાં ખરાબ રાઇટિંગ, ફાર્માસિસ્ટની બેદરકારી જેવી ભૂલ દર્દી માટે ઘાતક સાબિત થઈ હતી.
સરવેમાં 100 ટકા ડોક્ટરોએ સ્વીકાર્યું છે કે ઘણા કિસ્સામાં હ્યુમન એરરના હિસાબે દર્દી ખોટી દવા લેતું હોય એવું ચોક્કસ બનતું હોય છે. કેપિટલ અને સ્વચ્છ અક્ષરમાં પ્રિસ્ક્રિપશન લખવાની ટેવ પાડવી જોઈએ. અમદાવાદની કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પ્રાંજલ મોદીએ કહ્યું હતું કે ‘ભારત સરકારે નિયમ કરેલો છે કે, દરેક ડોક્ટરે પોતાના દર્દીને કેપિટલ અને સ્વચ્છ અક્ષરે પ્રિસ્કિપ્શન લખવું જોઈએ. ડોક્ટર માટે કેપિટલ લેટર્સ લખવાની ટેવ પાડવી અઘરી છે, પણ અશક્ય નથી. હાથની જગ્યાએ પ્રિન્ટેડ પ્રિસ્કિપ્શન આપવું વધારે હિતાવહ છે. ફાર્માસિસ્ટ માટે બે વખત ખરાઈ કરવી જરૂરી છે.’
- Advertisement -
ડો. ક્રિષ્ણ કિશોર ગોયલ કહે છે કે, દર્દીઓ માટે અમે MEDISATTVA નામની ફ્રી એપ બનાવી છે. આ એપમાં દર્દી પોતાનું પ્રિસ્કિપ્શન અને દવાના ફોટા બંને અપલોડ કરી શકે છે. દવા બરાબર છે કે નહીં તે બે એક્સપર્ટ ફાર્માસિસ્ટ અને ડોક્ટર ચેક કરે છે. ખરાઈ કર્યા બાદ દર્દીને વળતો મેસેજ કરાય છે.
ડૉકટરોેને પૂછાયેલા સવાલો સરવેનું પરિણામ
1. ક્યારેય એવું બન્યું છે કે દર્દી ખોટી દવા લઈ રહ્યા હોય? 100%
1.1 ખોટા કોમ્પોઝિશન વાળી દવા લેતા હતા 62%
1.2 ખોટા કોમ્બિનેશન વાળી દવા લેતા હતા 59%
1.3 ડોઝ મુજબ દવા લઈ રહ્યા નહોતા 47%
1.4 પ્રિસ્ક્રિપ્શનમાં લખી હતી દુકાનદારે આપી નહોતી 41%
2. દર્દી ફોલોઅપ માટે આવ્યું ત્યારે ખોટી દવાનો ખ્યાલ આવ્યો 78%
3. દર્દીને ખોટી દવાની સાઈડ ઈફેક્ટ થવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો 25%
4. ખોટી દવા લેતા હતા માટે કોઈ સુધારો જોવા મળ્યો નહીં ત્યારે ખ્યાલ આવ્યો 38%
5. ખોટી દવા લેતા હોય એવા ત્રણ મહિને સરેરાશ કેટલા કેસ જોવા મળે 4%
5.1 ત્રણ મહિને 1થી 2 કેસ 38%
5.2 ત્રણ મહિને 2થી 5 કેસ 52%
5.3 ત્રણ મહિને 6થી 10 કેસ 5%
5.4 ત્રણ મહિને 10થી વધુ કેસ 5%
6. દવાની આડ અસરથી તીવ્ર મુશ્કેલી સાથે દર્દી આવ્યા 48%
7. દવાની આડ અસરથી ક્રોનિક મુશ્કેલી સાથે દર્દી આવ્યા 55%
8. તીવ્ર અને ક્રોનિક બંને મુશ્કેલી સાથે દર્દી આવ્યા 5%
9. દવાની ભૂલના કારણે ગંભીર અસર થઈ શકે 42%
10. દવાની ભૂલના કારણે સામાન્ય અસર થઈ શકે 73%