અંતે સેન્સેક્સ ૨૦૪ પોઈન્ટ વધીને ૭૬૮૧૧ છ નિફટી ૭૬ પોઈન્ટ વધીને ૨૩૩૯૯
FPIs/FIIની શેરોમાં કેશમાં રૂ.૩૦૩૩ કરોડ, DIIની રૂ.૫૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી
યુ.એસ. ફેડરલે વ્યાજ દર જાળવ્યા : એનડીએ સરકારના પ્રોત્સાહક બજેટની અપેક્ષા
- Advertisement -
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ઘર આંગણે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની ત્રીજી ટર્મ શરૂ થઈ જવા સાથે હવે દેશના સર્વાંગી વિકાસ માટે જુલાઈમાં રજૂ થનારુ કેન્દ્રિય બજેટ પ્રોત્સાહક રજૂ થવાની અપેક્ષાએ આજે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને સેન્સેક્સ, નિફટી બેઝડ નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. ફંડોની નવી લેવાલીએસેન્સેક્સને ઈન્ટ્રા-ડે ૫૩૮.૮૯ પોઈન્ટના ઉછાળે ૭૭૧૪૫.૪૬ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ અંતે ૨૦૪.૩૩ પોઈન્ટ વધીને ૭૬૮૧૦.૯૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૧૫૮.૧૦ પોઈન્ટ ઉછળીને ૨૩૪૮૧.૦૫ નવો રેકોર્ડ બનાવી અંતે ૭૫.૯૫ પોઈન્ટ વધીને ૨૩૩૯૮.૯૦ બંધ રહ્યો હતો. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓએ સતત વ્યાપક તેજી ચાલુ રાખી હતી.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૪૯ ઉછળ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ આક્રમક મોટી ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૪૮.૯૧ પોઈન્ટની છલાંગે ૭૨૦૮૮.૨૦ બંધ રહ્યો હતો. સિમેન્સ રૂ.૩૩૮.૫૫ વધીને રૂ.૭૪૦૪, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૧૫.૧૫ વધીને રૂ.૫૧૦૩.૧૫, ભેલ રૂ.૮.૮૫ વધીને રૂ.૩૦૩.૯૦, કાર્બોરેન્ડમ રૂ.૩૫.૦૫ વધીને રૂ.૧૭૩૮.૯૦, લાર્સન એન્ડ ટુબ્રોને ઓએનજીસી તરફથી મેગા ઓફશોર ઓર્ડર મળતાં શેર રૂ.૭૪.૯૦ વધીને રૂ.૩૭૦૪.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૯.૫૦ વધીને રૂ.૮૪૪૦.૧૦ રહ્યા હતા.
- Advertisement -
કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૧૫૭ પોઈન્ટ ઉછળ્યો
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૫૭.૪૦ પોઈન્ટ ઉછળીને ૫૮૬૮૦.૦૩ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી દ્વારા ત્રણ વર્ષમાં રૂ.૧૫૦૦ કરોડથી રૂ.૧૮૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર થતાં શેર રૂ.૫૩૬.૭૦ ઉછળીને રૂ.૧૦,૮૫૭.૯૦, ટાઈટન કંપની રૂ.૯૦.૭૦ વધીને રૂ.૩૪૭૧.૭૫, વોલ્ટાસ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૧૪૮૧.૪૫, બ્લુ સ્ટાર રૂ.૯.૭૫ વધીને રૂ.૧૬૯૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૯.૩૦ વધીને રૂ.૧૮૦૩ રહ્યા હતા.
આઈટી શેરોમાં વધતું આકર્ષણ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, મહારથીઓનું આકર્ષણ સતત વધતું રહેતાં બીએસઈ ઈન્ફોબિન્સ ટેક રૂ.૩૦.૩૦ વધીને રૂ.૪૯૦, જેનેસીસ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૫૨૦, નેલ્કો રૂ.૨૫.૭૫ વધીને રૂ.૮૦૧.૪૫, ઓરિઓનપ્રો સોલ્યુશન રૂ.૧૦૭.૨૦ વધીને રૂ.૨૬૫૧, ઝેનસાર રૂ.૧૬.૪૫ વધીને રૂ.૭૧૬, ટેક મહિન્દ્રા રૂ.૧૯.૮૦ વધીને રૂ.૧૩૯૦.૧૦, ટીસીએસ રૂ.૪૫.૧૦ વધીને રૂ.૩૮૭૭.૫૦ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં કોન્ક્રિટ તેજી
દેશમાં અનેક ઘરોના નિર્માણના સરકારના મેગા પ્રોજેક્ટ સાથે મહાનગરોમાં પ્રોપર્ટીની માંગમાં સતત થઈ રહેલા વધારાને લઈ ફંડોની આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં લેવાલી આક્રમક બની હતી. શોભા ડેવલપર્સ રૂ.૧૦૫ વધીને રૂ.૨૧૬૮.૯૦, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૭૦.૭૫ વધીને રૂ.૧૫૩૭.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૯૩.૭૫ વધીને રૂ.૩૦૨૨.૪૦, ડીએલએફ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૮૭૪.૪૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૭.૬૫ વધીને રૂ.૧૮૭૪.૪૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૯૩૬.૮૫ રહ્યા હતા
રોકાણકારોની સંપતિ રૂ.૨.૩૫ લાખ કરોડ વધી
શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૩૫ લાખ કરોડ વધીને રૂ.૪૩૧.૬૭ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.