મતદાનના આરંભથી પૂર્ણ થવા સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 8 તાલુકામાં 32 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં વઢવાણની 4, લીંબડીની 4, સાયલા 2, ચોટીલાની 3, થાનગઢના 3, મુળીની 4, ધ્રાંગધ્રા 3 અને દસાડાની 9 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. તમામ ગ્રામ પંચાયતોમાં સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે બપોર સુધીમાં લગભગ 27 ટકા જેટલું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું હતું. આ તરફ તમામ સ્થળો પર સામાન્ય એકલ દોકલ બનાવીને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલા મતદાનમાં મોદી સાંજ સુધી 77 ટકા જેટલું મતદાન થયું હતું અને ભાવિ સરપંચ તથા સભ્યોના ભાવિને ગ્રામજનોએ નક્કી કર્યા હતા ત્યારે હવે દરેક ગ્રામ પંચાયતોમાં ચૂંટણી સમયે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેદવારો પર ખરા અર્થે મતદારોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે ? તે પરિણામ સમયે જ સામે આવશે.
- Advertisement -
ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી થતા મતદાનમાં કોઈ આંતરિક ખામી સર્જાવાનો પ્રશ્ન નહીં હોવાથી ક્યાંય પણ મતદાન સમયે ખામી નજરે પડી હોવાની વિગત મળી ન હતી. જોકે ક્યાંક વરસાદના લીધે મતદાનોનો ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું કારણ કે મૂળી, વઢવાણ, થાનગઢ, ચોટીલા સહિતના વિસ્તારોમાં મતદાન શરૂ થયા બાદ વરસાદના લીધે મતદારો ઘરથી બહાર નીકળવામાં આનાકાની કરતા હોવાથી પણ કેટલાક વિસ્તારોમાં મતદાન ઓછું થયું હતું.