સભાસદોએ પાકધીરાણની વ્યાજ સાથે ભરેલી રકમ બેંકમાં જમા ન કરી
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાનાં પાદરડી સેવા સહકારી મંડળી લીમીટેડનાં મંત્રીએ સભાસદોની પાકધીકારની વ્યાજ સાથેની રકમ 77.87 લાખ બેંકમાં ન ભરી ઉચાપત કર્યા ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બનાવની મળતી વિગત મુજબ મુળ ધોરાજીમાં રહેતો અને માણાવદર તાલુકાનાં પાદરડી સેવા સહકારી મંડળી લીમીટેડમાં મંત્રી તરીકે નોકરી કરતો યોગેશ નટવરલાલ રાવલે લાખો રૂપિયાની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી છે. પાદરડી સેવા સહકારી મંડળી લીમીટેડમાં મંત્રી તરીકે હોય પોતાનાં હોદાનો દુરપયોગ કરી યોગેશ રાવલે સભાસદોએ પાકીધારાણની વ્યાજ સાથે ભરેલી રકમ રૂપિયા 77,87,394 નિમય મુબજ બેંકમાં ભરી ન હતી અને અંગત ઉપયોગમાં લીધી હતી. રૂપિયા 77.87 લાખની ઉચાપત કરી સહકારી મંડળી સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાંની ફરિયાદ મોહનભાઇ ન ાથાભાઇ મોકરીયાએ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.