મેંદરડાનાં ગળકીયા નેસમાં સાંસદ હસ્તે વીજળી લોકાર્પણ થયું
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના ગળકીયા નેસમાં દિવાળીએ અંજવાળા થયા છે. ગળકીયા નેસ છેલ્લા 75 વર્ષથી વીજ લાઈનથી વંચિત હતું ગળકીયા નેસ છેલ્લા ઘણા વર્ષો થી સોલાર લાઈટ થી કામ ચલાવતા હતાં. ગામ માં વીજળી આવે તેના માટે સ્થાનિક અને ઊંચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરી હતી,ત્યારે આઝાદીના 75 વર્ષે વીજળી આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.પોરબંદર સાંસદ રમેશ ધડુકના હસ્તે ગળકીયા નેસને વીજળી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે ગ્રામજનોએ ઉમળકાભેર સાંસદનું સ્વાગત કર્યું હતું અને પીજીવીસીએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામમાં અંજવાળા થતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.હજુ ગળકીયા નેસ રસ્તાથી વંચિત છે.
સાસણ રોડથી માત્ર 2 કી.મી.નો રોડ બન્યો નથી ત્યારે હવે રોડ ની માંગણી કરી હતી.