ખાસ-ખબર સંવાદદાતા
સ્પેશ્યલ સિકયોરીટી અને સેવીંગનાં મામલામાં ભારતીયોની સ્થિતિ ઘણી ખરાબ હોવાનો સનસનીખેજ રિપોર્ટ બહાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર 75 ટકા ભારતીયો પાસે ઈમરજન્સી અર્થાત કટોકટીભરી સ્થિતિમાં પૈસાની વ્યવસ્થા નથી.નોકરીમાંથી અચાનક છટણીની સ્થિતિમાં તેમની પાસે લોનના હપ્તા ભરવાનાં પણ પૈસા નથી. ફિનોલોજી તરફથી કરવામાં આવેલ ‘ઈન્ડિયાઝ મની હેબિટસ’નામનાં સર્વેમાં આ જાણકારી બહાર આવી છે.
સર્વેમાં સામેલ ત્રણમાંથી એક વ્યકિત પાસે ના તો હેલ્થ કવર છે કે ના તો કોઈ ઈમરજન્સી ફંડ છે.એક મહત્વની વાત એ બહાર આવી કે 29 ટકા ભારતીયોએ કહ્યું તે તેમનાં વેતનના પૈસા 15 દિવસમાં જ ખર્ચાય જાય છે. સર્વે અનુસાર માત્ર 25 ટકા ભારતીયો પાસે જ ઈમરજન્સીનો સામનો કરવા ધન મૌજુદ છે.
- Advertisement -
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો લોંગ ટર્મ માટે રીટાયરમેન્ટ પ્લાનીંગ બાળકોનું શિક્ષણ, લગ્ન, વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય સંબંધી ખર્ચની યોજના બનાવવામાં માહેર છે.પરંતુ શોર્ટ ટમમાં કોઈ મુશ્કેલ સમયમાં સામનો કરવા માટે તેમનું પ્લાનીંગ સારૂ નથી. અચાનક નોકરીમાંથી છટણી કે મહામારીની શરૂઆત જેવા સંકટોનો સામનો કરવામાં ભારતીયોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. મતલબ ઈમરજન્સી ફંડ બનાવવામાં ભારતીયો પાછળ છે.