ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન એસટી વિભાગ દ્વારા 75 મીની બસ દોડાવવાનું નકકી કરવામાં આવ્યુ છે. જ્યારે એસટી વિભાગે અન્ય શહેર અને ધાર્મિક સ્થળો માટે વધારાની 225 મળીને કુલ 20 બસોનું સંચાલન કરવામાં આવશે.
આગામી તા.5 થી 8 માર્ચ સુધી મહાશિવરાત્રી મેળો યોજાવાનો હોય ત્યારે મેળામાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં લોકો એસટી બેસની સવલતનો લાભ લેતા હોય છે. એવા સમયે બસ સ્ટેશનથી ભવનાથ સુધી મીની બસો દોડશે તેમજ રાજકોટ, પોરબંદર, સોમનાથ, દ્વારાકા, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં કુલ 225 બસો દોડાવવામાં આવશે. જયારે ભવનાથ જવા માટે રૂપિયા 20ની જગ્યાએ 25 રૂપિયા કરવામાં આવ્યા છે.
શિવરાત્રી મેળામાં 75 મિની બસ અને અન્ય શહેરો માટે 225 બસો ફાળવાઇ
