ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
વિસાવદર પોલીસને બાતમી મળતા મોટી મોંણપરી સરદાર ચોકમાં એક વાહનમાં કોઈક પદાર્થ છે જેની જાણ વિસાવદર પી.આઈ પી.બી.રાણાને થતા તેને પીએસઆઇ વાઘેલા સહિતના સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં બોલેરો પિકઅપ જીજે 11 બીઈ 6390 નંબરનું વાહન મળી આવ્યું હતું.
આ વાહનના પતરાના બેરલમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી હોય જે જાણવા માટે જૂનાગઢ એફએસએલને બોલાવવામાં આવી હતી જ્યારે બોલેરો ગાડીના ડ્રાઈવર ગોરખભાઈ જીલુભાઈ વાળા રેહ. જાબુડા વાળાને સ્થળ પરથી અટક કરી અને વધુ તપાસ માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ખાતે લઈ આવેલ હતો જ્યાં આ પ્રવાહી કોનું અને કોના દ્વારા મોકલવામાં આવેલ છે અને આ પ્રવાહી શુ છે જેવી વિગત મેળવવાય રહી છે જેમાં ફરિયાદી વિસાવદર પીએસઆઇ વાઘેલા દ્વારા કરવામાં આવી છે આ સાથે પોલીસ તપાસમા કમલસિંહ, રાકેશ ડોબરીયા, અજીતસિંહ તેમજ જૂનાગઢ એફએસએલની ટિમ હાજર રહી હતી જયારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ સાચું કારણ જાણવા મળશે જયારે આ બનાવની વધુ તપાસ વિસાવદર પી.આઈ.રાણા ચલાવી રહ્યાં છે.