માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં મોટો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે ભારતમાં 74 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ભારતમાં હાથ ધરવામાં આવેલા એક સરવેમાં લગભગ ત્રણ ચતૃર્થાંસથી વધુ લોકોએ કહ્યું કે અમને ચિંતા થઈ રહી છે કે ક્યાંક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)તેમની નોકરી ન છીનવી લે. માઈક્રોસોફ્ટના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
માઈક્રોસોફ્ટ વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2023ના અહેવાલ મુજબ, 90 ટકા ભારતીય નોકરીદાતાઓનું કહેવું છે કે તેઓ જે કર્મચારીઓને નોકરી પર રાખે છે તેમને અઈંના વિકાસ માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે. અહેવાલો અનુસાર ભારતના લગભગ 1,000 સહિત 31 દેશોના 31,000 લોકો પર હાથ ધરાયેલા સરવેમાં જાણવા મળ્યું કે 74 ટકા ભારતીય કર્મચારીઓનું એવું માનવું છે કે અઈંને લીધે તેમની નોકરી છીનવાઈ જશે.
જ્યારે સર્વે દર્શાવે છે કે 83 ટકા ભારતીય કર્મચારીઓ તેમના વર્કલોડને ઘટાડવા માટે એઆઈને શક્ય તેટલું વધુ કામ સોંપવા તૈયાર છે. 90 ટકા એમ્પ્લોયર્સ કહે છે કે તેઓ જે કર્મચારીઓને ભરતી કરે છે તેમને AI વિકાસ માટે તૈયાર કરવા માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે. 78 ટકા ભારતીય કર્મચારીઓ માને છે કે તેમની પાસે હાલમાં AIનું પૂરતું જ્ઞાન નથી. ભારતમાં માઈક્રોસોફ્ટના પ્રમુખ મોડર્ન વર્ક ભાસ્કર બસુએ કહ્યું કે એઆઈની આગામી પેઢી ઉત્પાદકતા વૃદ્ધિના નવા માર્ગો ખોલશે, કામ સરળ બનાવશે અને લોકોના ઉપરથી ભારણ ઘટશે. દરેક સંગઠન અને નોકરીદાતા માટે આ એક તક અને જવાબદારી છે કે એઆઈને સુધારવામાં યોગદાન આપે.