મોટાભાગની બેઠકો ખાનગી કોલેજોમાં વધતી હોવાના મામલે નિષ્ણાતોની લાલબતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતની મેડીકલ કોલેજોમાં છેલ્લા છ વર્ષમાં મેડીકલ બેઠકોની સંખ્યામાં 64 ટકાનો મોટો વધારો થયો છે. સંસદમાં રજુ કરાયેલા રીપોર્ટ પ્રમાણે 2018-19 માં 20 રાજયની 26 મેડીકલ કોલેજમાં 4350 બેઠકો હતી તે 2024-25 માં 40 કોલેજોમાં વધીને 7150 થઈ હતી.
આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ મેડીકલ બેઠકોની સંખ્યામાં સરેરાશ 60 ટકાનો વધારો થયો છે. મેડીકલની બેઠકોની સંખ્યાના આધારે ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે. કર્ણાટક, તામીલનાડુ, મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશ જેવા રાજયોમાં 10,000 થી વધુ મેડીકલ બેઠકો છે.તેલંગાણામાં 8490 બેઠકો છે. 6ઠ્ઠા ક્રમે ગુજરાતમાં 7150 બેઠકો છે.
સમગ્ર દેશમાં કુલ 1,12,112 મેડીકલ બેઠકો છે. જોકે નિષ્ણાંતોએ એવી લાલબતી ધરી છે કે, મોટાભાગે ખાનગી અને સ્વનિર્ભર કોલેજોમાં જ આ બેઠક વધારો છે અને સરકારી કોલેજોમાં પ્રવેશની તકમાં કોઈ ખાસ વધારો નથી. ગુજરાતમાં 40 માંથી 17 મેડીકલ કોલેજો ખાનગી છે.જયારે 6 સરકારી અને 13 ગુજરાત મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત છે. બાકીની કોર્પોરેશન ટ્રસ્ટ હસ્તક અને રાજકોટમાં એઈમ્સ છે.
નેશનલ મેડીકલ કાઉન્સીલ દ્વારા 10 લાખની વસ્તીએ 100 મેડીકલ બેઠકોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં સાત કરોડની વસતી છે તે જોતાં મેડીકલ બેઠકોની સંખ્યા નજીક છે. મેડીકલ ક્ષેત્રનાં નિષ્ણાંતોએ કહ્યું કે મેડીકલ બેઠકોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
- Advertisement -
મેડીકલ ક્ષેત્રના નિષ્ણાંતોએ કહ્યુ કે, મેડીકલ બેઠકોની વધતી સંખ્યા આવકાર્ય છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બીજા રાજયમાં જવાને બદલે રાજયમાં જ વધુ તક મળે છે જોકે સરકારી મેડીકલ કોલેજોમાં વધારો થતો નથી.
તાજેતરમાં સાત કરોડની વસતી છે તે જોતાં મેડીકલ બેઠકોની સંખ્યા નજીક છે. મેડીકલ ક્ષેત્રનાં નિષ્ણાંતોએ કહ્યું કે મેડીકલ બેઠકોની વધતી સંખ્યા આવકાર્ય છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બીજા રાજયમાં જવાને બદલે રાજયમાં જ વધુ તક મળે છે.જોકે, સરકારી મેડીકલ કોલેજોમાં વધારો થતો નથી. તાજેતરમાં જીએમઈઆરએસ દ્વારા તોતીંગ ફી વધારો કરાયો જયારે આંદોલન થયુ હતું. તે દર્શાવે છે કે મેડીકલ શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે અને સામાન્ય-મધ્યમ વર્ગની પહોંચની બહાર છે.
નિષ્ણાંતો એમ પણ કહે છે કે માત્ર મેડીકલ બેઠકો વધારવાનું પર્યાપ્ત નથી અનેક કોલેજોમાં પર્યાપ્ત ફેકલ્ટી નથી અને દર્દીઓને પર્યાપ્ત પ્રવાહ પણ રહેતો નથી. પરિણામે મેડીકલ શિક્ષણની ગુણવતા સામે પણ સવાલ ઉઠે છે.