હાઈલી ટેકનોલહાઈલી ટેકનોલજીથી વાહન પાર્ક માટે મેપિંગ વ્યવસ્થા : હાઈટેક ડ્રોન મારફતે સુપરવિઝન કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ની સિક્યુરિટીને લઈને એક રિવ્યૂ બેઠક યોજી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પોલીસ કાફલાને ખડેપગે રાખવાનો આદેશો અપાયા છે. 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે અને સુપરવિઝન ડ્રોન મારફતે કરવામાં આવશે. વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે.
મહત્ત્વનું છે કે, આવતીકાલે 9 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લુ મુકવાના છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના વીવીઆઈપી મહેમાન આવવાના છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ આજે એક સિક્યુરિટીની રિવ્યું બેઠક યોજી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલસના 6500 પોલીસ જવાનો અને 500 હોમગર્ડને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કાયદો વ્યવસ્થા અને સિક્યોરીટીની જવાબદારી આપી છે.
હર્ષ સંઘવીએ રિવ્યુ બેઠકમાં જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારા મહેમાનોને કોઈ તકલીફ ના પડે તે માટે હાઈલી ટેકનોલજીના માધ્યમથી સરળતાથી લોકો વાહન પાર્ક કરી શકે તેના માટે પણ મેપિંગ વ્યવસ્થા પણ કરાઈ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આવનારા દેશ વિદેશના કોઈપણ મહેમાનને કોઈ તકલીફના પડે તેના માટે સુરક્ષાથી લઈને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
વિશ્વના અનેક દેશોમાંથી ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારા ઈન્વેસ્ટરો પોતાના દેશના ડેલીગેશનને સાથે લઈને ગુજરાત આવી રહ્યાં છે અને વાયબ્રન્ટ ગુજરાત પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતાં. ત્યારે હવે જ્યારે વાયબ્રન્ટ સફળ થઈ રહ્યું છે ત્યારે તેવા લોકો માટે આ જવાબ છે. જે તે સમયે ઇન્વેસટર ગુજરાતમાં ન આવે તેવા પ્રયાસો કરવામાં આવતાં હતાં.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં અઉૠઙ રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે, આમાં 6 આઇજી – ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે. 21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.