ફૂડ વિભાગની ટીમે 19 સ્થળે તાપસ કરી, 2 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઈ
નેન્સી ગૃહ ઉદ્યોગમાં હિંગના 110 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના 02 નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ. 70,000/- દંડના હુકમ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા ‘અમૃત મુખવાસ’, પરાબજાર મેઇન રોડ, રાજકોટથી મીઠો અને પાનચૂરી મુખવાસના નમુના લેવામાં આવ્યા હતા. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયું હતું. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દિપેશ અમૃતલાલ નંદાને રૂ.70,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાતી પ્લોટ 6/7, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘નેન્સી ગૃહ ઉદ્યોગ’ નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરતા સ્થળ પર અનહાઈજેનિક રીતે ખુલ્લામાં રાખેલ રો-મટિરિયલ તથા હિંગનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ, સદરહુ અંદાજીત 110 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ત્રણ નમૂના લેવામાં આવ્યા.
નમુનાની કામગીરીમાં 1. નેન્સી ગૃહ ઉદ્યોગ, લાતી પ્લોટ 6/7, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી બાંધાની હિંગ (લુઝ) (ડાર્ક), બાંધાની હિંગ, ANNATTO SEEDS. . 2 મસાલા માર્કેટ, પ્લોટ નં.1,1/A 2/A, રામનગર 1 ના PDM કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતે મરચું પાઉડર, હળદર પાઉડર. 3 નવરંગ મસાલા ભંડાર, શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ હળદર આખી, જીરું, રાઈ, ધાણી, રાય આખી, મેથી આખી, જીરું, હળદર આખી, હળદર પાઉડર, ધાણા પાઉડર, રાઈ આખી સહિતના નમૂના તપાસની કામગીરી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ણભૂમી કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 02 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ. (01)દ્વારકાધીશ દાળપકવાન (02)પટેલ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. તથા (03)બેંગોલ સ્વીટ (04)જય કૈલાશ નમકીન (05)પ્રભુ કેક શોપ (06)ક્રિષ્ના મેડિકલ (07)પટેલ સ્વીટ્સ (08)TGB કેફે બેકરી (09)ક્રિષ્ના માવા કેન્ડી (10)અતુલ બેકરી (11)ઝેપોલી ફૂડ્ઝ (12)ક્રીમઝેન (13)નેચરલ આઇસ્ક્રીમ (14)દ્વારકાધીશ દાળપકવાન (15)પટેલ ગાંઠિયા (16)મોવિયા આઇસ્ક્રીમ (17)ખુશ્બુ આઇસ્ક્રીમ (18)ચોકલેટ હાઉસ (19)ક્રિષ્ના મદ્રાસ કાફેમાં નમુનાની ચકાસણી કરવામાં આવી હતી.