ચાર પ્રકારની પથારી અને વૉર્મ ઉપકરણ સહિત જાણો ઠંડીથી બચવા માટેના 7 ઉપાય
ગરમીની સિઝન જઈ રહી છે અને શિયાળો આવી રહ્યો છે. ઘણા લોકો સવારે અને રાત્રે ઠંડી મહેસૂસ કરી રહ્યા હશે. શિયાળાને ખાવા-પીવા, રજાઓ, સ્નો ટ્રેકિંગ અને એન્જોય કરવા માટે બેસ્ટ સિઝન માનવામાં આવે છે, પરંતુ તેમાં કેટલીક સાવચેતી રાખવી અને સલામત રહેવું પણ જરૂરી છે.
1. વૂલન ચાદર
જાડી ઊનની ચાદરો, કોટનની તુલનામાં વધારે ક્રિસ્પી અને સોફ્ટ હોય છે. તેથી કોઈ ઠંડા રૂમમાં પણ ઠંડીથી બચાવવા માટે તે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેનો એક સેટ એટલે કે ઓઢવા માટે ચાદર અને પાથરવા માટેની બેડ શીટ તમને ગરમ રાખશે અને તમને ઓવર હીટિંગ પણ અનુભવાશે નહીં.
2. જાડા અને પહોળા ગાદલા
ડાઉન કમ્ફર્ટર્સ જે તમારા બેડ કરતા ઓવર સાઈઝના હોય છે, શિયાળામાં વધુ સારો ઓપ્શન હોય છે. આ ઓવરસાઈઝ ગાદલા તમને ગરમ રાખે છે અને વૂલન પથારી કરતા હળવા હોય છે. તેની બીજી વિશેષતા એ છે કે, તેને સારી રીતે બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પ્રાઈઝ પર ગેરંટી આપતા ડાઉન કમ્ફર્ટર્સ શોધવા મુશ્કેલ છે.
3. કોટન બૅડ કવર
તમારા પલંગ પર કવર લગાવીને રાખો. તે ગાદલા અને ઓઢવાની ચાદરોને પરસેવા અને ગંદકીથી બચાવે છે, તે ઉપરાંત તેનાથી પથારી ગરમ રહે છે. કોટનની બનેલા કવર સોફ્ટ પણ હોય છે અને તે પથારીને પણ ગરમ રાખે છે.
4. મેટ્રેસ હીટિંગ પેડ
જો તમે વધારે પડતી ઠંડીમાં સૂતા પહેલાં બેડ ગરમ (પ્રિહિટ) કરવા માગો છો તો તેના માટે માર્કેટમાં હીટિંગ પેડ (મેટ્રેસ હીટિંગ પેડ) અવેલેબલ છે. આ એક સારું ડિવાઈસ છે. તેની ખાસિયત એ છે કે તે ઓટો ટેમ્પ્રેચર મેનેજ કરી શકે છે અર્થાત તેનાથી બેડમાં આગ લાગવા જેવી સ્થિતિ ઊભી થતી નથી.
5. વેધર સ્ટ્રિપ
વેધર સ્ટ્રિપ છોટા પેકેટ બડા ધમાકા છે. આપણા ઘરોની બારી અથવા દરવાજામાં નાના નાના ગેપ હોય છે જેમાંથી ઠંડી હવા ઘરની અંદર આવે છે. આ હવાથી રૂમનું તાપામાન નીચું થાય છે. તેનાથી બચવા માટે વેધર સ્ટ્રિપ એક સસ્તો અને કારગર ઉપાય છે. વેધર સ્ટ્રિપ ઈલેક્ટ્રિક ટેપની જેમ ચોંટી જનારી પટ્ટીઓ હોય છે, તેને ઘરની બારી અને દરવાજાની બોર્ડરમાં લગાવાની હોય છે. તેમાં વધારે ખર્ચો પણ આવતો નથી.
6. સ્પેસ હીટર અથવા બ્લોઅર
સેપ્સ હીટર અથવા બ્લોઅર પણ એક સારો ઓપ્શન છે. તેના ઉપયોગથી તમે લિવિંગ એરિયાનું તાપમાન ગરમ રાખી શકો છો. તેના ઉપયોગમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેને સૂતા પહેલાં બંધ કરો. તે રાતે સૂતા સમયે પણ ઓન રહેશે તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને ઊંઘમાં શ્વાસ રૂંધાઈ શકે છે.
7. હ્યુમિડિટીફાયર
શિયાળામાં ભેજ ઓછો હોય છે અને હીટર તમારા ઘરની હવાને વધારે શુષ્ક બનાવે છે. હ્યુમિડિટીફાયર તમારા ઘર અથવા લિવિંગ એરિયાને શુષ્ક થતા બચાવે છે. તેથી તમારી સ્કિન અને હોંઠ ડ્રાય નહિ થાય. આ એવું ડિવાઈસ છે જેમાંથી ભેજ બહાર આવે છે. ઈ કોમર્સ સાઈટ પર તે અવેલેબલ છે.