બ્રહ્મલિન તનસુખગિરીબાપુનો સીલ થયેલો રૂમ ખોલાયો
આજે અંબાજી મંદિર ખાતે સીલ કરાયેલાં રૂમને ખોલવામાં આવશે
- Advertisement -
વહિવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનો વહિવટ સંભાળ્યા બાદ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢમાં ગાદીનો વિવાદ વકરતા બ્રહ્મલીન તનસુખગીરીબાપુ હસ્તકની 3 જગ્યાનો કબ્જો જિલ્લા વહિવટી તંત્રએ લીધો છે. જયારે મામલતદાર, સાધુ સંતોની ઉપસ્થિતિમાં જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિરમાં આવેલા તનસુખગીરીબાપુના રૂમની તપાસ કરી હતી. તપાસ દરમિયાન રૂમમાંથી 7 તોલા સોનુ, 10 થી 12 લાખ રોકડા, બે કિલો ચાંદી અને ગરબા તેમજ જથ્થબંધ ફાઇલો મળી આવી હતી. આમ, વહિવટી તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ છે ગિરનારના 5000 પગથિયા પર આવેલા માં અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી-વારસાનો વિવાદ વકરી રહ્યો હતો. આ વિવાદમાં હરિગીરી દ્વારા તેમના શિષ્યને ચાદરવિધી કરાઇ હતી જેનો તનસુખગીરીબાપુના વારસદારો દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને જગ્યા પચાવી પાડવા માટે આ પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. તેમના વરસદારોએ પોતાને મંદિરનો વહિવટ સોંપવા માંગ કરી હતી. બીજી તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીબાપુએ પણ જણાવ્યુ હતુ કે, તનસુખગીરીબાપુએ મને જગ્યાની સંભાળ કરવાની જવાબદારી સોંપી હતી. જો કે, મારે જગ્યા જોઇતી નથી પરંતુ હરિગીરી મહારાજ ખોટી રીતે જગ્યા પચાવી ન પાડે તે માટે હું મેદાનમાં આવ્યો છું દરમિયાન મહેશગીરીબાપુ સામે પણ એવા આક્ષેપ થયા હતા કે, તનસુખગીરીબાપુ બેભાન અવસ્થામાં હતા ત્યારે અંગુઠા મરાવી લીધા છે. આમ, સાધુ, સંતો અને તનસુખગીરીબાપુના વારસદારો વચ્ચે ગાદીને લઇને ચાલતા વિવાદને ઘ્યાને રાખી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તનસુખગીરીબાપુના રૂમને સીલ મારી દેવાયુહતુ. બાદમાં વિવાદને ઘ્યાને રાખી તનસુખગીરીબાપુ હસ્તકની અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિર સહિતની ત્રણેય જગ્યાનો કબ્જો જિલ્લા વહિવટી તંત્રએ લઇ લીધો હતો અને સીટી મામલતદારની વહિવટકર્તા તરીકે નિમણુંક કરી છે. દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ભીડ ભંજન મંદિર સ્થિત સીલ મરાયેલા બ્રહ્મલીન તનસુખગીબીબાપુના રૂમને બ્રહ્મલીન તનસુખગીરીબાપુના રૂમને સીટી મામલતદાર ખેવન ત્રિવેદીએ સાધુ, સંધોની હાજરીમાં ખોલ્યો હતો બાદમાં તેમની અંગત વસ્તુઓ તેમજ દસ્તાવેજોની તપાસણીકીર હતી. આ તમામનું એક લીસ્ટ બનાવવામાં આવ્યુ છે. હવે આગામી સમયમાં અન્ય જગ્યાઓમાં પણ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કબ્જા પહેલાનું લિસ્ટ બનાવી વિડીયોગ્રાફી પણ કરાઇ છે
મંદિરનો કબ્જો લેતા પહેલા તનસુખગીરીબાપુના રૂમમાં શું શું હતુ તેનું એક લીસ્ટ બનાવાયું છે. આ એટલા માટે કે, ભવિષ્યમાં મંદિરનો કબ્જો જેને પણ સોંપવાનો થાય ત્યારે એ તમામ વસ્તુ સાથે કબ્જો સોંપાય. જેથી કબ્જો લેનાર એવો આક્ષેપ ન કરી શકે કે કોઇ વસ્તુ ગાયબ કરાઇ છે. આ સમગ્ર કામગીરીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે.



