દેશભરમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી યોજાશે મતદાન
કોઇપણ વ્યક્તિ ફરિયાદ મળતાની સાથે જ ટીમ 100 મિનિટમાં સ્થળ પર પહોંચી જશે
- Advertisement -
1.82 કરોડ લોકો પ્રથમવાર મતદાન કરશે
દેશમાં લોકશાહીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા દિવસથી પ્રતિક્ષાનો અંત આવતાં 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
Lok Sabha Elections 2024 to be held in 7 phases from 19th April; Counting of votes on 4th June: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/uv6rqyejJD
- Advertisement -
— ANI (@ANI) March 16, 2024
કયારે-કેટલી બેઠક માટે મતદાન
19 એપ્રિલ 102 બેઠક
26 એપ્રિલ 89 બેઠક
7 મે 94 બેઠક
13 મે 96 બેઠક
20 મે 49 બેઠક
25 મે 56 બેઠક
1 જૂન 57 બેઠક
4 જૂને પરિણામ
Chief Election Commissioner Rajiv Kumar announced the dates of the Lok Sabha Elections 2024.
Elections to be held in 7 phases from 19th April to 1st June; Counting of votes on 4th June. pic.twitter.com/kUl6Mv74zP
— ANI (@ANI) March 16, 2024
85+ અને વિકલાંગ લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા
અમે 85 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને વિકલાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લઈશું. નોમિનેશન પહેલા તેમના ઘરે ફોર્મ પહોંચાડવામાં આવશે. આ સંદર્ભે, આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે.
#WATCH | Delhi: Chief Election Commissioner Rajiv Kumar says "We are committed to give the nation a truly festive, democratic environment. The term of the 17th Lok Sabha is due to expire on 16th June 2024. The terms of the Legislative Assemblies of Andhra Pradesh, Odisha,… pic.twitter.com/2YjXDLEb8E
— ANI (@ANI) March 16, 2024
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે. 19 એપ્રિલથી 1 જુન એમ 46 દિવસ સુધી આખી ચૂંટણી ચાલશે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું અને 1 જુને છેલ્લા તબક્કાનુંન મતદાન થશ અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે.
દેશમાં કુલ મતદારો
96.88 કરોડ
49.72 કરોડ પુરૂષ
47.15 કરોડ સ્ત્રી
48044 થર્ડ જેન્ડર
19.74 કરોડ 20થી 29 વયના
88.35 લાખ વિકલાંગ મતદારો
01.85 કરોડ 80થી વધુ વયના
02.38 લાખ 100થી વધુ વયના
General Election to Lok Sabha 2024 – All Phase Map pic.twitter.com/ils9MiK5U3
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
આખા દેશમાં લાગુ પડી આદર્શ આચારસંહિતા
ચૂંટણી પંચના એલાન સાથે જ આખા દેશમાં આદર્શ આચરસંહિતા લાગુ પડી ગઈ છે તેથી હવે સરકાર કોઈ નવી જાહેરાત નહીં કરી શકે જોકે પહેલેથી ચાલુ વિકાસકામો પૂરા કરી શકાશે. આચારસંહિતા લાગુ પડ્યાં બાદ રાજકીય પક્ષોએ ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
#WATCH | Delhi: Chief Election Commissioner Rajiv Kumar to announce the schedule for the Lok Sabha Elections 2024, shortly. pic.twitter.com/dyegtbPPM1
— ANI (@ANI) March 16, 2024
ચાર રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી જાહેર
ચૂંટણી પંચે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરી છે.
ઇલકેશન 2024ના મુખ્ય મુદ્દા
– ફરિયાદ અને ગડબડી પર સતત નજર રહેશે
– ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
– સોશિયલ મીડિયા પર રહેશે નજર ક્ષ ફેક ન્યૂઝ ફેલાવશે તો કાર્યવાહી થશે
– મતદાર પોતાના મોબાઈલ નંબર પરથી ઉમેદવારની માહિતી મેળવી શકશે
– ગુજરાતમાં 802 કરોડ રૂપિયા જપ્ત કરાયા.
– ટીવી અને સોશિયલ મીડિયા, હિસ્ટ્રીશીટર અને પૈસા વહેંચણી પર નજર રખાશે
– દરેક જિલ્લામાં એક ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા
– સુવિધા પોર્ટલનો ઉપયોગ ટ્રાન્સપરન્સી જાળવવાનો પ્રયાસ કરાશે.
– મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવશે. હિંસા અસ્વીકાર્ય છે. જે કરશે તેને તાત્કાલિક સજા કરાશે.