ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
વાંકાનેર પાસે આવેલા ચંદ્રપુર વિસ્તાર ખાતે રહેતા પરિવારમાં બે લગ્ન હતા અને ત્યાં લગ્નનો જમણવાર હતો.દરમિયાનમાં જમણવાર બાદ સાતેક લોકોને ફૂડ પોઝિશનિંગની અસર થતાં તેઓને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.
વાંકાનેરમાં થયેલા જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થવાથી સકીનાબેન કાસમભાઇ, તનિષાબેન, સીમરમબેન આશિષભાઈ, સોયબ રહીમભાઈ, આસિફ ઇમરાનભાઈ અને આરીફ અલારખાભાઈ રહે.બધા વાંકાનેર તથા અફસાનાબેન સાહિલભાઈ પલેજા (25) રહે.માળિયા ફાટક પાસે મોરબી-2 ને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.