PI આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ નાણાકીય ફ્રોડ ડીટેક્શન ટીમે એનાલિસીસની મદદથી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસેને સાયબર માફીયાઓ બેહામ બન્યા હોય તેમ યેન-કેન પ્રકારે લોકો સાથે છેતરપીંડી કરી ઓનલાઇન રૂપિયા પડાવતાં હોય છે. ત્યારે વધુ સાત લોકો સાથે થયેલ ઓનલાઇન છેતરપીંડીના ગુનામાં પોલીસે ટેક્નિકલ એનાલિસિસ મદદથી અરજદારોને ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રકમ પૈકીની 1.02 લાખ રૂપિયા રકમ પરત અપાવી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેકશન ટિમ દ્વારા કુલ સાત અરજદારોને ફ્રોડમાં ગયેલા 82,000 રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે જેમાં અંકીતભાઈ મારડીયાના જઇઈં બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય જે કાર્ડ બંધ હોવા છતાં પણ સાયબર માફીયાએ ફોન કરી અરજદારને ક્રેડીટકાર્ડ ચાલુ કરાવવા સમજાવી ચાલુ કરાવી ઘઝઙ મેળવી રૂ.49760 ઉપાડી લીધેલ હતા. જયારે બીજા બનાવમાં નૈનીશભાઈ પુજારાએ ગુગલ પર ટ્રેક ઓન કુરીયર સર્ચ કરેલ જેથી પ્રોસેસના બહાને કવીક સપોર્ટની એપ ડાઉનલોડ કરાવી તેમની સાથે રૂ.20240ની છેતરપીંડી આચરી હતી.
જયારે પ્રતિકગીરી ગૌસ્વામીના એકસીસ બેંકમાં પાસબુકની પ્રિન્ટ કઢાવ્યા બાદ થોડાક સમયમાં બેંક એકાઉન્ટમાંથી રૂ.19970 ઉપડી ગયેલા હતાં. અને વૈશાલીબેન ભેડાને ઘરબેઠા નટરાજ પેન્સીલ પેંકીંગ કરી કમાણી કરવાની ઇન્સ્ટાગ્રામ મારફતે લાલચ આપી રૂ.2550ની રકમ ઉપડી ગયેલ હતી. તેમજ અપરણિત યુવકને મેરેજ બ્યુરોના નામે ફોન કરી બેંક ખાતામાં ઓનલાઈન રૂ.2651 પોતાના ખાતામાં જમા કરાવેલ હતા.