ધો.1 અને 2 ના વિદ્યાર્થીઓને પોષણક્ષમ વિવિધ વિટામિન અને મિનરલ્સ મળી રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા જૂનાગઢ તાલુકાની 95 સરકારી પ્રાથમિક શાળાના ધો.1 થી 2 ના કુલ 3806 વિદ્યાર્થીઓને અંદાજે રૂા.7 લાખના ખર્ચે અમુલ પ્રો પાઉડર વિતરણ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા જૂનાગઢ તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણક્ષમ વિવિધ વિટામીન અને મિનલર્સ મળી રહે તે હેતુથી અમુલ પ્રો પાઉડરનું વિતરણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મધુબેન સાવલિયાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી.જેઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયશ્રીબેન ભીંભા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી કો-ઓર્ડિનેટર સુરેશભાઇ મેવાડા, શૈલેષભાઇ દવે, પાર્થભાઇ ધારેક દ્વારા કરવામાં આવ્યું હતું.