ઉત્તરાખંડના ગંગોત્રીમાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં 33 મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
Uttarakhand: 8 dead, 27 injured after bus falls into gorge in Uttarkashi
- Advertisement -
Read @ANI Story | https://t.co/rbL1Ttxmso#Uttarakhand #Gangnaniaccident #uttarkashi pic.twitter.com/o51Uqe1Qvn
— ANI Digital (@ani_digital) August 20, 2023
- Advertisement -
હાલ પ્રાથમિક માહિતી મુજબ, તમામ યાત્રાળુઓ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની શ્રી ટ્રાવેલ્સ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અકસ્માત ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે થયો હતો. બસમાં 33 મુસાફરો સવાર હતા. બધા ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહ્યા હતા. દરમિયાન બસ અચાનક બેકાબૂ બનીને સીધી ખાડામાં પડી હતી. માહિતી મળતાં જ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમના જણાવ્યા અનુસાર ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. 26 ઘાયલ લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે.