ન્યૂઝીલેન્ડમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું છે. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.
- Advertisement -
Notable quake, preliminary info: M 7.0 – Kermadec Islands region https://t.co/zwWR2PZJfQ
— USGS Earthquakes (@USGS_Quakes) March 16, 2023
- Advertisement -
7.0ની તીવ્રતાનો ભૂકંપ
ન્યૂઝીલેન્ડમાં ગુરુવાર (16 માર્ચ)એ 7.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિશ્વમાં ધરતીકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર હજુ સુધી આવ્યા નથી. જોકે, ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.
ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપે મચાવી હતી તબાહી
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજાર લોકોના મોત થયા હતા. અહીં ભૂકંપના કારણે 5,20,000 એપાર્ટમેન્ટ સહિત 1,60,000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.