69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં પુષ્પા માટે અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ અને કૃતિ સેનન શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
69th National Film Awards: Alia Bhatt, Kriti Sanon share Best Actress title
- Advertisement -
Read @ANI Story | https://t.co/66Gk22DlEU#AliaBhatt #KritiSanon #NationalFilmAwards2023 #GangubaiKathiawadi #Mimi pic.twitter.com/XjLmBAUI27
— ANI Digital (@ani_digital) August 24, 2023
- Advertisement -
કાશ્મીર ફાઇલ્સને મળ્યો આ એવોર્ડ
આ વિશેષ એવોર્ડ સમારોહમાં વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સને નરગીસ દત્ત એવોર્ડ નેશનલ ઈન્ટિગ્રેશન બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે.
નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 માટે આ વખતની જ્યુરીમાં યતેન્દ્ર મિશ્રા, કેતન મહેતા, નીરજ શેખર, બસંત સાઈ અને નાનુ ભસીનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ આ વખતે 31 ફીચર, 24 નોન-ફીચર અને 3 કેટેગરીમાં શ્રેષ્ઠ લેખન કેટેગરીમાં આપવામાં આવશે.
On winning the Best Actress Award for her film 'Mimi', at #69thNationalFilmAwards, Kriti Sanon posts, "Elated-Overwhelmed-Grateful. Still sinking it in, pinching myself..this has actually happened…" pic.twitter.com/ALJ9vgHIcB
— ANI (@ANI) August 24, 2023
વિકી કૌશલ અભિનીત સરદાર ઉધમ અને માધવનની રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ‘સરદાર ઉધમ’ પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ, જ્યારે ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’ થિયેટરોમાં આવી.
"To Sanjay Sir..To the entire crew..To my family..To my team & last but most definitely not the least to my audience..This national award is yours..because without you all none of this would be possible.. seriously!!! I am so grateful..I do not take moments like these… pic.twitter.com/bz0im6xxEq
— ANI (@ANI) August 24, 2023
અલ્લુ અર્જુનને તેલુગુ ફિલ્મ પુષ્પા – ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને આપવામાં આવ્યો છે. આલિયાને ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કૃતિને મિમી માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે જાહેર કરવામાં આવી હતી. સૃષ્ટિ લખેરા દ્વારા નિર્દેશિત એક થા ગાંવને સર્વશ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા નેમિલ શાહની ગુજરાતી ફિલ્મ દાલ ભાટને શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (ફિક્શન) તરીકે પસંદ કરવામાં આવી છે.
Allu Arjun named Best Actor at 69th National Film Awards
Read @ANI Story | https://t.co/1992Qn5phx#NationalFilmAwards2023 #AlluArjun𓃵 #PushpaTheRise pic.twitter.com/9WvvhjHfi2
— ANI Digital (@ani_digital) August 24, 2023
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ – પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર – પંકજ ત્રિપાઠી (મિમી)
બેસ્ટ ચાઈલ્ડ એક્ટર – ભાવિન રબારી
બેસ્ટ એક્ટ્રેસ – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)
બેસ્ટ એક્ટર – અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં ચાર ગુજરાતકી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્થાન મળ્યું છે. આ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ‘છેલ્લો શો’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, બેસ્ટ ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ‘ગાંધી એન્ડ’, ‘દાળભાત’ બેસ્ટ ગુજરાતી શોર્ટ ફિક્શન ફિલ્મ, ફિલ્મ ‘પંચીકા’ બેસ્ટ નોન ફિચર ફિલ્મ ‘સરદાર ઉધમ’ બેસ્ટ હિંદી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્થાન મળ્યું.
ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને આ સિદ્ધિ મળતા ફિલ્મ જગતની ખુશી બમણી થઇ છે. કારણ કે આજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મોની ભારે બોલબાલા રહી છે. 69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું છે.