– ભારતમાં પણ હિમાલયન તથા દક્ષિણના ક્ષેત્રોમાં વન્ય જીવોની હાલત ખરાબ
વિશ્વમાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન વન્ય જીવોની વસ્તી 69 ટકા ઓછી થઇ ગઇ હોવાનો ચોંકાવનારો રિપોર્ટ જારી થયો છે. માદા પશુ, પક્ષી, માછલી જેવા વન્ય જીવો સામેલ છે. લીવીંગ પ્લાનેટ રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 90 વૈજ્ઞાનિકો દ્વારા 32,000થી વધુ વન્ય જીવોની પ્રજાતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં 838 નવી પ્રજાતિ હોવાનો ખુલાસો થયો છે. માનવીય વસ્તીઓના દબાણ, બેફામ ઔદ્યોગિકીકરણ, જંગલોનો ખાત્મો વગેરે કારણોસર વન્ય જીવોને મોટુ નુકશાન થઇ રહ્યું છે ઉપરાંત ક્લાઇમેટ ચેન્જની પણ અત્યંત ગંભીર અસર થઇ રહી છે.
- Advertisement -
રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે પાણીમાં રહેતી 83 ટકા વસ્તી બચી શકી નથી. ભારતમાં 12 ટકા માદા વન્ય જીવો ખત્મ થવાના આરે છે. દેશમાં દક્ષિણના વર્ષા જંગલોમાં સૌથી વધુ ખરાબ પ્રભાવ જોવા મળ્યો છે. આ સિવાય હિમાલય તથા તેની સાથે જોડાયેલા જંગલોમાં પણ ઘણી ખરાબ અસર માલુમ પડી છે. જલવાયુ પરિવર્તનથી સૌથી વધુ નુકસાન ધરાવતા દેશોની યાદીમાં ભારતને સાતમા સ્થાને મુકવામાં આવ્યું છે.
રીપોર્ટ પ્રમાણે ધરતી પરના 70 ટકા અને પાણીમાં રહેતા 50 ટકા જીવો પર ખતરો માલુમ પડ્યો છે. કુદરતી જળસ્ત્રોતમાંથી 3માંથી 1 માછલી એટલી વધુ સંખ્યામાં પકડવામાં આવી રહી છે કે તેની વસ્તી જ વધી શકતી નથી. જલવાયુ પરિવર્તનને કારણે વધતા તાપમાનથી વન્ય જીવોને નુકસાન થઇ રહ્યું છે. 18મી સદીની ઔદ્યોગીક ક્રાંતિ પૂર્વેના સ્તર કરતાં સરેરાશ તાપમાનમાં 4 ડીગ્રીનો વધારો થાય તો ચારમાંથી ત્રણ વન્ય જીવ બચી નહીં શકે એવી લાલબતી ધરવામાં આવી છે.
તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થાયતો 50 થી 75 ટકા વન્ય જીવો ખત્મ થઇ જશે. બે ડીગ્રીના વધારામાં 25 થી 50 ટકા વન્ય જીવો ખત્મ થઇ જવાની ચેતવણી આપવામાં આવી છે. પૃથ્વી હાલ 1.2 ડીગ્રી ગરમ થઇ જ ચૂકી છે. રીપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, 1980ની સરખામણીએ દરિયામાં પ્લાસ્ટીકની માત્રા 10 ગણી વધી ગઇ છે તેને કારણે સમુદ્રી વિંછી-કાચબા વગેરે જીવો પર સંકટ સર્જાયુ છે. 95 ટકા સફેદ ટીપ શાર્ક ખત્મ થઇ ગઇ છે અને અન્ય શાર્કની વસ્તીમાં પણ 71 ટકાનો ઘટાડો માલુમ પડ્યો છે.
- Advertisement -
રીપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, 25 વર્ષ દરમિયાન 40 ટકા મધમાખી ખત્મ થઇ છે. 847માંથી પક્ષીઓની 50 ટકા પ્રજાતિ ખત્મ થઇ છે. ભારતમાં પક્ષીની 146 પ્રજાતિ સંપૂર્ણ રીતે ખત્મ થાય તેવું જોખમ છે.